fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડી ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ

“શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડી ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં સૌ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં સવારની પ્રાર્થનામાં “વિશ્વ દિવ્યાંગ દિવસ” ની માહિતી આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી જેવી કે વેશભૂષા, વાનગી સ્પર્ધા, વન મિનિટ ગેમ તેમજ નિબંધ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજી. જેમાં “વેશભૂષા કાર્યક્રમમાં”  જુદા જુદા રાજ્યોના પોશાક પહેરીને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી તથા “વાનગી સ્પર્ધામાં” દિવ્યાંગ બહેનો દ્વારા સાત્વિક અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી જેમાં દૂધ પૌવા, ઓળો-રોટલા, દમાલુ- રોટલા, પરોઠા, દુધીનો હલવો, મિક્સ કઠોળ,બટેટા પૌવા, દહીં પુડલા વગેરે વાનગીઓ બનાવવામાં આવી હતી

 ત્યારબાદ “વન મિનિટ ગેમ” રમાડવામાં આવી જેમાં ફુગા ફુલાવી તેને ફોડવા, હાથ વડે પથ્થર પકડી દૂરના પાત્રમાં ફેંકવો, લોટ ફૂંકણી,પાણીપુરી ખાવી, બિસ્કીટ ખાવા, શર્ટના બટન બંધ કરવા અને ખોલવા, રીંગણને મોંમાં પકડી દૂરના પાત્રમાં નાખવા વગેરે વન મિનિટ ગેમ રમાડવામાં આવી અને  છેલ્લે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી જેનો વિષય હતો કે “૨૧મી સદી એટલે કે ટેકનોલોજીના યુગમાં દિવ્યાંગોએ ઉતરોતર પ્રગતિ કરી છે? ” તે અંગે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી. આ તમામ સ્પર્ધાઓમાં એક થી ત્રણ નંબરના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા 

આ સમગ્ર કાર્યક્રમ તમામ સ્ટાફની મહેનતથી સફળ રહ્યો હતો અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ દાદા તથા બા હાજર રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી એ જણાવ્યું હતું કે દિવ્યાંગ વ્યક્તિ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ પોતાના તમામ કાર્ય કરી શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને સૌ કોઈને વિશ્વ દિવ્યાંગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/