fbpx
અમરેલી

વીજપડી પી.એચ.સી.સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટર માટે 1 કરોડ 5 લાખ મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશભાઇ કસવાલા

સાવરકુંડલા તાલુકામાં આરોગ્ય લક્ષી સુવિધો બધું ઉપલબ્ધ થાય ને લોકોના આરોગ્યની સંપૂર્ણ જાળવણી જળવાઈ રહે તે માટે કર્મશીલ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા તાલુકાનું મુખ્ય સૌથી મોટુ વીજપડી ગામને પી.એચ.સી.સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટરની સૈધાંતિક મંજૂરીઓ સાથે 1 કરોડ 5 લાખ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કરતા વિજપડી આસપાસના 35 જેટલા ગામડાઓમાં માટે આશીર્વાદ રૂપ કામગીરીઓ કરનારા ધારાસભ્ય કસવાલાને વીજપડી પંથક વાસીઓ દ્વારા અંતરના આશીર્વાદ આપ્યા છે.

આ સાથે ડાયનામીક ધારાસભ્ય કસવાલાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષીકેશભાઇ પટેલનો ખુબ ખુબ આભાર માન્યો હતો. સાવરકુંડલા તાલુકાનું વીજપડી ગામ આસપાસના 35 જેટલા ગામડાઓનુ મુખ્ય મથક છે ને રાજુલા અને મહુવા પંથકના ગામડાઓ પણ વીજપડી સાથે સંકળાયેલા હોય ત્યારે વિજપડીમાં આરોગ્ય લક્ષી પી.એચ. સી.સુવિધાઓ કાર્યરત હતી પણ આટલા બધા ગામડાઓ માટે પી.એચ.સી.સેન્ટર નાનું પડતું હોય ને મેડિકલ સાધનો, ડોકટરો સહિતની સંપૂર્ણ ટીમ સાથે અધતન બિલ્ડિંગ અને સુવિધાસભર હોસ્પિટલ નિર્માણ થાય તો 35 થી 40 જેટલા ગામડાઓને આરોગ્ય લક્ષી સુવિધાઓ તરત મળી રહે અને સાવરકુંડલાના વિજપડી અને આસપાસના ગામડાઓમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા પ્રત્યેક વ્યક્તિઓની કાળજી માટે આરોગ્યની સુવિધાઓ બધું સુદ્રઢ બને તેવા હેતુને સાકાર કરવા

ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સહિત મુખ્યમંત્રીશ્રીને વીજપડી ના પી.એચ.સી. સેન્ટર ને સી.એચ.સી.સેન્ટર માં તબદીલ કરવામાં આવે અને ડોકટરો, મેડિકલ સાધનો સહિત આધુનિક બિલ્ડિંગ નિર્માણ પામે તેવા પ્રયત્નો સાકાર થયા ને ગાંધીનગરથી તબીબી આરોગ્ય વિભાગ દ્વારા 1 કરોડ 5 લાખ જેવી રકમ મંજૂર કરીને તાત્કાલિક વિજપડીને સી.એચ.સી.સેન્ટર જેવી સુવિધાઓ શરૂ કરવાની સૈધાંતિક મંજૂરી મળતાં વિજપડી સહિતના 35 જેટલા ગામડાઓને સાવરકુંડલા સુધી આરોગ્ય લક્ષી સુવિધાઓ માટે ધક્કો ના રહે તેવું નમૂનારૂપ સી.એચ.સી.સેન્ટર આકાર પામશે જ્યારે વિજપડીના પી.એચ.સી. સેન્ટર ને ગાધકડા ખાતે ખસેડીને ગાધકડા ના આસપાસના ગામડાઓમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ વધે તેવા સુંદર પ્રયાસને ધારાસભ્ય મહેશભાઇ કસવાળા દ્વારા વીજપડી વિસ્તારને અગાઉ બાયપાસ રોડ, મેઇનબજાર માં સી.સી.રોડ અને પાણી નિહાર માટે એચ.પી. દ્રેઇન જેવી સુવિધાઓ માટે 1 કરોડ 60 લાખ જેવી રકમ મંજૂર કરાવી દીધેલ છે ને વિજપડીમાં તાલુકા આયોજન, નાણાંપંચ, એ.ટી.વી.ટી. સહિતના 60 લાખ જેવા મંજૂર થયેલા હોય ત્યારે ધારાસભ્ય કાળના 10 માસમાં જ 3 કરોડ 25 લાખ મંજૂર કરીને અનેક યોજનાઓને કાગળ પર સાકાર કરવાની નહિ પણ વાસ્તવિકતાઓ રૂપી કામગીરીઓ કરનારા ધારાસભ્ય મહેશભાઇ કસવાળાને વીજપડી વિસ્તારના સ્થાનિકોએ અંતરના આશીર્વાદ આપ્યા છે. સત્વ અટલ ધારા કાર્યાલય ના ઇન્ચાર્જ જે.પી. હીરપરાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/