fbpx
અમરેલી

અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે પહોળો કરવા માટે ઓળિયા ગામના ખેડુતોની ખેતરોની કપાત થતી જમીન અંગે કોઈ વહેવારું નિર્ણય થાય એ સાંપ્રત સમયની આવશ્યકતા જ ગણાય.

અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે પહોળો કરવા માટેની યોજનામાં ઓળિયા ગામના ખેડુતોની ખેતરોની જમીન કપાત થવાનાં સંદર્ભે ખેડૂતોમાં આક્રોશ હોય એ સ્વાભાવિક છે. ખાસકરીને આ ઓળિયા ગામમાંથી પસાર થતો મહુવા જેતપુર નેશનલ હાઈવે માર્ગ પહોળો થશે. પરંતુ આ પહોળા રસ્તાની યોજનામાં માર્ગ એલાયમેન્ટ સંદભે કપાત થતી ખેતરોની જમીન એ ખેડૂતોને માટે ચિંતાનો વિષય છે. આમ ગણીએ તો ખેડૂતો માટે ખેતીની જમીન એટલે પ્રાણથી પણ વ્હાલી હોય છે આજીવિકાનું માધ્યમ હોય એ સ્વાભાવિક છે કે ખેડૂતોના જીવની જેમ જતન થતી ખેતીવિષયક જમીનનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્ણ અને સમજી વિચારીને કરવો જોઈએ.

જો કે સમગ્ર બાબત ટેકનીકલ હોય છે. પરંતુ શક્ય હોય તો આ કપાત થતી જમીનનો કોઈ વચગાળાનો માર્ગ કાઢવા તંત્ર દ્વારા પણ સતર્કતાથી  પ્રયાસ થવા જોઈએ.. આખરે વિકાસનો અંતિમ અર્થ તો જનતાનું કલ્યાણ જ હોવુ જોઈએ. અને વળી ભારતદેશની સંકલ્પની ખેતીપ્રધાન દેશ તરીકે થતી હોય તો ખેડૂતોના હિતનો પણ ખૂબ ગંભીરતાથી વિચાર થવો જોઈએ. કોઈ પણ સમસ્યા એટલી જટિલ ન થવી જોઇએ કે તેનો કોઈ હલ ન નીકળે એ સૂત્રને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિર્ણય થાય એવી ખેડૂતોની માંગ સંદર્ભે યોગ્ય સકારાત્મક અભિગમ આવશ્યક છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/