fbpx
અમરેલી

શેત્રુંજી ડેમ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતેએન્જોય યોર એક્ઝામ વિષય અંતર્ગત ધો 10 અને 12  વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

એન્જોય યોર એક્ઝામ માટે પેરેન્ટિંગ ફોર પીસ અને સમન્વય ટીમ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા ના બોજ વિના સહજતા અને સરળતાથી માનસિક તાણ વગર પરીક્ષા આપી શકે તેના માટે વિવિધ આયામો, પેપર લખવાની પદ્ધતિ, પેપર જોનારની દ્રષ્ટિ, વિષય વાર અભ્યાસક્રમનું આયોજન સાથે શારીરિક અને માનસિક તૈયારી કેમ કરવી તે વાર્તા કથન અને સચોટ દ્રષ્ટાંતો દ્વારા   છાયાબેન પારેખ અને વિરજી સવાણી  દ્વારા વિવિધ દ્રષ્ટાંતો સાથે આત્મવિશ્વાસ કેળવાય તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું. શેત્રુંજી ડેમ ઉત્તર બુનિયાદીના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી લાલજીભાઈ સોલંકી ના પ્રયત્નો થકી શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહક વર્ધક વાર્તાલાપ થયો હતો .

મોટી પાણીયાળી ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળ્યું હતું . બંને શાળા ના કુલ ૯૪૫ વિદ્યાર્થીઓમાં પરીક્ષાઓનો ડર કાઢી આનંદથી પરીક્ષા આપી શકાય તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ના આચાર્ય ડો. અરજણભાઈ પરમાર તથા ભગવાનભાઈ મેર દ્વારા બંને શાળા વતી આ ટીમનો  આભાર વ્યક્ત કરેલ છે. કોઈપણ શાળામાં આ ટીમને  આમંત્રણ મળે તો નિશુલ્ક તાલીમ આપી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી, આનંદથી, હળવાશથી પરીક્ષા આપે તેવી તૈયારી કરાવવામાં આવશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/