fbpx
અમરેલી

૫.ગુ.વિ.કં.લિ., પેટા વિભાગ કચેરી-લાઠી ના ઉપક્રમે શ્રી કલાપી વિનય મંદિર – લાઠી ખાતે “ઉર્જા બચત અને વિજ સલામતી” સેમીનાર યોજાયો.

આજરોજ તા. ૦૮/૧૨/૨૦૨૩ ના રોજ ૫.ગુ.વિ.કં.લિ., પેટા વિભાગ કચેરી ના ઉપક્રમે શ્રી કલાપી વિનય મંદિર – લાઠી ખાતે “ ઉર્જા બચત અને વિજ સલામતી” અંગે બાળકો માં જાગૃતતા લાવવા ના શુભ હેતુસર એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ.

સેમીનાર માં નાયબ ઈજનેર (સં×નિ) શ્રી એમ.એમ. કડછા સા. ની તેમજ શ્રી કલાપી વિનય મંદિર -લાઠી ના આચાર્ય શ્રી રામભાઈ કેશવાલા ની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળેલ. ઉપરાંત જુનિયર ઈજનેર શ્રી એ.સી.બરવાળીયા સા. તથા નાયબ અધિક્ષક (હિ.) શ્રી ટી.એમ.શાહ ની પણ ખાસ હાજરી જોવા મળેલ.

કાર્યક્રમ ની શરૂઆત માં અધિકારીગણ નું શ્રી કલાપી વિનય મંદિર-લાઠી ના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા તાળીઓ થી સ્વાગત કરી અભિવાદન કરવામાં આવેલ. ત્યારબાદ શાળા ના આચાર્ય શ્રી રામભાઈ કેશવાલા એ સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન દ્વારા અતિથિઓ નું અભિવાદન કરેલ.

સેમીનાર ના પ્રથમ પડાવ માં નાયબ અધિક્ષક(હિ.) શ્રી ટી.એમ.શાહ દ્વારા બાળકો ને આગામી ઉતરાયણ ની શુભેચ્છા પાઠવી ઉતરાયણ પર પતંગ ના કારણે બનતા વિજ અકસમાતો અંગે ચર્ચા કરી વિજ સલામતી અંગે શું કરી શકાય તેની પ્રાથમિક માહિતી પુરી પાડવામાં આવી. વિજ બચત અંગે બાળકો કઈ રીતે ઘર માં જ ધ્યાન રાખી વિજ બચત ની કામગીરી કરી શકે તેમજ વિજ પુરવઠો સ્થગિત થાય ત્યારે ગ્રાહકો એ અધીરા ન બની સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવતી રીપેરીંગ કામગીરી માં શક્ય મદદરૂપ થવા ટહેલ કરી.

નાયબ ઈજનેર શ્રી કડછા સાહેબ એ પોતાના વકવ્ય માં જણાવેલ કે આજનો બાળક એ કાલ નું ભવિષ્ય છે જો બાળકો માં ઉર્જા બચત અને વિજ સલામતી જાળવવા અંગેની જાણકારી હશે તો તેઓ ઉર્જા નો અમુલ્ય સ્ત્રોત બચાવવા તથા વિજ સલામતી જાળવી વિજ અકસ્માતો રોકવા માટે પોતાનું મહા યોગદાન આપી શકે ઉપરાંત સૌર ઉર્જા નો ઉપયોગ કરી વિજસંચય થકી કઈ રીતે દેશ ના વિકાસ માં

સહભાગી થઈ શકીએ તે અંગે જાગૃતિ કેળવવાના હેતુ થી આ સેમીનાર નું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં તેઓએ જણાવેલ કે કઈ રીતે તેઓ ઉર્જા બચત કરી તથા નાની બાબતો ધ્યાને રાખી વિજસલામતી કેળવી મોટા અકસ્માતો નિવારી શકીએ.

કાર્યક્રમ ના અંત માં શ્રી કલાપી વિનય મંદિર —લાઠી ના તમામ સ્ટાફગણ નો આભાર માની સેમીનાર ને પુર્ણ જાહેર કરવામાં આવેલ. આ સેમીનાર ને સફળ બનાવવા જુનિ.ઈજનેર શ્રી એ.સી.બરવાળીયા, નાયબ અધિક્ષક (હિ.) શ્રી ટી.એમ.શાહ તથા શ્રી આર.જે.લધ્ધડ એ ભારે જહેમત ઉઠાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/