fbpx
અમરેલી

પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના હામી સ્વ.ભગવાનબાપા ના સ્વપ્નો ને સાકાર કરતા કસવાળાસાવરકુંડલાના આદસંગ ગેઇટ, ગ્રામ પંચાયત લોકાર્પણ અને નવા રોડના ભૂમિપૂજન કરતા ધારાસભ્ય મહેશ કસવાળા

સાવરકુંડલા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના હામી ગણાતા ભગવાનબાપા કસવાળા એટલે જેમના માર્ગદર્શન અને આશીર્વાદથી આજે ભાજપના દિગ્ગજ દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા જેવા નેતાઓ પ્રેરણા સ્ત્રોત માની રહ્યા છે તેવા ભગવાનબાપા કસવાળાની જન્મભૂમિ આદસંગ ગામને આજે ત્રિવિધ કાર્યક્ર્મ યોજાઈ ને ગામને સુશોભિત કરવાનું સુંદર કાર્ય ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે સંતોના સાનિધ્યમાં સાંસદ ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો

જેમાં આજે આદસંગ ગામે પ્રેમદાસ બાપુ ઉદાસીનની તિથિ નિમિત્તે પૂર્વ ધારાસભ્ય સ્વ.ભગવાન બાપા કસવાળા ના દીકરા દકુભાઈ કસવાળા અને કસવાળા પરિવાર દ્વારા આદસંગ ગામનો મુખ્ય ગેઈટ નું લોકાર્પણ પૂજ્ય ભક્તિબાપુના વરદહસ્તે કરવામાં આવ્યું હતું સંગાથે આદસંગ ગામને ગ્રામ પંચાયત સચિવાલયનું લોકાર્પણ અને આદસંગથી ઘનશ્યામનગર રોડનું ભૂમિપૂજન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.

ખેડૂતોના હિત અં ખેડૂતોના હરદમ સારથી તરીકે જેમણે વર્ષો પહેલા સરકાર સામે બાયો ચડાવીને ખેડૂતોને ન્યાય મળે તેવા સુંદર પ્રયત્નોને આજે પણ સાવરકુંડલા સાથે જિલ્લાભરના ખેડૂતો યાદ કરી રહ્યા હોય ને મક્કમ અને નિડર ખેડૂત નેતાની છાપ ધરાવતા સ્વ.ભગવાનબાપા કસવાળા ના સીધા વારસદાર ગણાતા સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ આજે સ્વ.ભગવાનબાપા કસવાળા ની યાદમાં ભવ્ય ગેઇટ કસવાળા પરિવાર દ્વારા નિર્માણધીન કરાવીને લોકાર્પણ કરાયો હતો ત્યારે ગામડાઓના વિકાસ માટે સતત પ્રયત્ન શિલ અને ગ્રામીણ ગામડાઓના વિકાસ વિકાસની કેડી કંડારવાની ભગીરથ કાર્ય સિદ્ધ કરવા મથતા ધારાસભ્ય મહેશ કસવાળાએ ત્રિવિધ કાર્યક્ર્મ યોજીને આદસંગનો સ્મૃતિ દ્વાર ભેટ આપ્યો હતો ને કર્મવાદી કિસાન નેતા તથા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભગવાન બાપાની કાયમી સ્મૃતિરૂપ તેમના જ ગામ આદસંગના પ્રવેશદ્વારનું ગરીબ-પીડિતોની સેવાના ભેખધારી શ્રી ભક્તિરામ બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ અવસરે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઇ માલાણી, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી લાલભાઇ મોર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પુનાભાઇ ગજેરા, શ્રી શરદભાઇ ગૌદાની, તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી જીવનભાઇ વેકરિયા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રવીણભાઇ સાવજ, પાલિકા અધ્યક્ષ શ્રી મેહુલભાઇ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદ પંડ્યા, મધુભાઈ સવાણી, ડી.વાય.એસ.પી.હરેશ વોરા, જીતુભાઈ કસવાળા, અતુલભાઈ રાદડીયા, ચેતનભાઈ માલાણી, નીતિનભાઈ નગેદિયા, રાજુલા યાર્ડના અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઇ પટેલ સહિત મોટીસંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા આદસંગમાં ગ્રામ સચિવાલય

સાવરકુંડલાના આદસંગ ગામે નવનિર્મિત ગ્રામ સચિવાલય (ગ્રામ પંચાયત ઘર)નું લોકાર્પણ કર્યું આ ગ્રામ સચિવાલય ગામના વિકાસને નવી દિશા આપવા સાથે ગ્રામજનોની સુવિધાનું કેન્દ્ર બનશે. આ નવતર પ્રયાસ સાથેના પંચાયત ઘર માટે સરપંચ શ્રી લખુભાઇ ચાંદુને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા આ શુભ અવસર માટે પરિવારના વડીલ શ્રી દકુભાઇ કસવાલા અને પરિવારનો હૃદયપૂર્ણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાવરકુંડલાના વિકાસની જનસભા યોજીને સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે જનસભામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજના વિષે માહિતી આપી પ્રત્યેક નાગરિકની જનભાગીદારીથી સમૃદ્ધ સાવરકુંડલાના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી તેમ સત્વ અટલધારા કાર્યાલય ના ઇન્ચાર્જ જે.પી. હિરપરા ની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/