fbpx
અમરેલી

મિતિયાળા ઇકોઝોન અને લીલીયા ઈકોઝોન ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા સરકારમાં રજૂઆત કરતા કસવાળા

ખેડૂતોના હિતમાં હંમેશા ખડે પગે રહીને કર્તવ્ય નિષ્ઠા પૂર્વ ફરજ બજાવતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાનો લક્ષ્યાંક વધારવાની માંગ કરી છે જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની સહાય યોજના જાહેર કરેલ છે આ યોજનાના લાભ માટે ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વિકારવામાં આવશે તેવું જાહેર કરેલ છે

આ યોજના સંદર્ભે અમરેલી જીલ્લો એટલે કે, અમારા મત વિસ્તારમાં તા.૦૮-૧૨-૨૦૨૩થી આઇ – ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ જેમા, ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવતા જીલ્લામાં ફાળવેલ લક્ષ્યાંક પુરો થતા ઓનલાઇન અરજીઓ સ્વિકારાતી નથી તેથી મારા મત વિસ્તારમાં મિતીયાળા ઇકોઝોન તેમજ લીલીયા તાલુકામાં ઇકોઝોન આવેલ હોય જેના કારણે જંગલી પશુઓ તેમજ ખેતીના પાકને નુકશાન કરતા રોઝ, ભુંડ જેવા પશુઓનો ખુબજ ત્રાસ છે તેથી આ યોજના નીચે તમામ ખેડુતોને લાભ મળે તે માટે સરકારશ્રીએ મોટુ મન રાખી બજેટમાં વધારો કરી અને ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટે બજેટમાં જોગવાઇ કરી લક્ષ્યાંકમાં વધારો કરવા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ નમ્ર વિનંતી સહ ભલામણ કરતો પત્ર પાઠવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે આ વર્ષે  ૩૫૦ કરોડ તાર ની વાડ માટે સરકારશ્રી દ્વારા ફાળવામાં આવ્યા છે

જે ગત વર્ષ કરતા લગભગ ત્રણ ગણા છે એ પણ ધારાસભ્ય મહેશ કસવાલાની સફળ રજૂઆતનુ પરિણામ જ છે જેની સાવરકુંડલા લીલિયા મતક્ષેત્રના ખેડૂતોમાં ધારાસભ્ય કસવાળાને ખેડૂતોના હિતમાં પાઠવેલા પત્રની સરાહના કરવામાં આવી હોવાનુ સત્વ અટલધારા કાર્યાલય ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/