fbpx
અમરેલી

સાવરકુંડલાના સાયકલ સવાર બાબુભાઈ મેઘજીભાઈ ગોહિલ. છાશવારે પેટ્રોલ કે ડીઝલ પર ચાલતાં વાહનો ચલાવતાં વાહનચાલકો માટે બોધપાઠ. 

આજે સાવરકુંડલાની બઝારમાં મોંઘીદાટ રેન્જ રોવર કારના દર્શન થતાં આપણું કુંડલાના કેયૂરભાઈ વ્યાસ સાથે આ રેન્જ રોવરની ખાસિયત અને કિંમત વિશે વાત થતાં જણાયું કે . લગભગ એક કરોડથી શરૂ થતી આ રેન્જ રોવર ગાડીની કિંમત બે કરોડથી પણ વધુ હોય શકે છે. આવી મોંઘીદાટ કારની વચ્ચે સાવરકુંડલાની બઝારમાં આજરોજ બાબુભાઈ મેઘજીભાઈ ગોહિલ  કે જે હાથસણી રોડ એટલે સાવરકુંડલા શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલ રાધેશ્યામ સોસાયટીમાં રહે છે તે તેની સાયકલ પર પસાર થતાં જોવા મળ્યાં. બે વિરોધાભાસી દ્રશ્યો નજર સામે તરવરવા લાગ્યા..!!  એક તરફ દેશના સુખ વૈભવની પરાકાષ્ઠાના દ્રશ્યો અને બીજી તરફ પુરૂષાર્થ કરીને પણ જીંદગીનો હસતે મુખે સામનો કરતાં નખશિખ નિર્વ્યસની બાબુભાઈ કે જેની ઉંમર હાલ એકાવન વર્ષ છે. પરંતુ તેના ચહેરા પર યુવાનોને પણ શરમાવે તેવો તરવરાટ જોવા મળે છે.

અને હા, ખાસ તો વાત કરવાની છે એની સાયકલ સવારીની.. આમ ગણીએ તો આ સાયકલ એ બાબુભાઈના જીવનનું અભિન્ન અંગ જ ગણાય એવું એમની જીવનયાત્રાની વાત પરથી લાગે છે. આમ તો શહેરને છેવાડે રહેતાં અને શહેરના બીજા છેડે એટલે કે જેસર રોડ ખાતે આવેલ  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રેવીસ વર્ષથી ભાષા શિક્ષક તરીકે બાબુભાઈ ગોહિલ ફરજ બજાવતાં જોવા મળે છે. ખૂબ જ નિષ્ઠાવાન અને કર્મઠ એવાં બાબુભાઈ ગોહિલ છેક પોતાના નિવાસ સ્થાન થી જેસર રોડ ખાતે આવેલ શાળામાં નિયમિત રીતે તડકો હોય, કડકડતી ઠંડી હોય કે ચોધાર વરસાદ આ તમામ ઋતુમાં પોતાની સાયકલ લઇને જ પોતાની ફરજ બજાવવા શાળાએ પહોંચી જાય છે.

આમ ગણીએ તો સાવરકુંડલાના એક છેડાથી બીજા છેડા સુધીનું લગભગ ચારેક કિલોમીટરનું અંતર પ્રતિદિન શાળાએ આવતાં જતાં આઠેક કિલોમીટરનું અંતર સાયકલ પર સવાર થઈને જ કાપતાં જોવા મળે છે. આજરોજ એમની વ્યક્તિગત મુલાકાત થઈ જતાં એમને સાયકલ સંદર્ભે તેમનો પ્રતિભાવ જણાવતાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રેવીસ વર્ષથી પોતે આ સાયકલ દ્વારા જ શહેરમાં મુસાફરી કરે છે. પછી ચાર કિલોમીટર દૂર શાળાએ જવાનું હોય કે શાકમાર્કેટ ખાતે શાકભાજી કે કરિયાણાની ખરીદી કરવા જવું હોય એમનું માનીતું વાહન સાયકલ જ છે અને સાયકલ દ્વારા જ પોતે શહેરમાં જ નહીં પરંતુ ઘણીવખત તો શહેરની બહાર બાઢડા, સુરજવડી જેવા ગામડે પણ આ સાયકલ દ્વારા જ સફર કરે છે. એટલે હસતાં હસતાં એ પણ સ્વાભાવિકતાથી સ્વિકારે છે કે સાયકલ એ પોતાના જીવનનો અભિન્ન હિસ્સો છે અભિન્ન અંગ છે. સાથે સાથે એ સાયકલ દ્વારા મુસાફરી કરવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે

અને પર્યાવરણને પણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે તેનો આત્મસંતોષ તેના ચહેરા પર જોવા મળે છે. હા, મોટી મોટી વાતો કરીને એકાદ દિવસ સાયકલ પર સફર કરીને ફોટો સેશન કરાવતાં હોય તેમના માટે બાબુભાઈની સાયકલ સવારી પ્રેરણા રૂપ ગણાય છે. સામાન્યરીતે એક જ શાળામાં જીવનના ત્રીજા ભાગનો સમય પસાર કરવો એ પણ નોંધનીય બાબત છે. જો કે આમ તો ગુરુકુળ પરંપરા એટલે પારિવારિક ભાવના સાથે મેનેજમેન્ટ અને સમગ્ર કર્મચારી ગણ હળીમળીને હેતથી રહે છે. આ સંસ્થાના આચાર્ય શ્રી ગીરીશભાઈ વ્યાસ પણ તમામ સ્ટાફ સાથે ખૂબ વિનય વિવેક આદરભાવ સાથે વહેવાર કરતાં હોય આ ત્રેવીસ વર્ષ કેમ પસાર થયા તેની ખબર જ ન રહી તેમ બાબુભાઈએ જણાવ્યું હતું. અંતમાં જીવન એક કુરુક્ષેત્રનું મેદાન જ છે.

તેનો બહાદુરીથી સામનો કરી કામ સાથે હરિસ્મરણ કરી જીવન હસ્તે મુખે વ્યતિત કરવું એ પણ એક કૌશલ્ય જ ગણાય ટૂંકમાં વ્યક્તિ ધારે તો પોતાના રોજીંદા જીવનમાં શહેરની સફર માટે સાયકલનો પ્રયોગ કરી શકે છે.. પરંતુ આપણી જીવનશૈલી જ હવે એવી ભાગદોડવાળી થઈ ગઈ છે કે પેટ્રોલ કે ડિઝલ આધારિત વાહનોનો ઉપયોગ વધુ પસંદ કરીએ છીએ. જો દરેક વ્યક્તિ મનમાં દ્રઢ સંકલ્પ કરે કે થોડા અંતર માટે હું સાયકલનો જ ઉપયોગ કરીશ. તો પર્યાવરણ અને લોકજીવનના સ્વાસ્થ્ય માટે પણ ઉપકારક થઈ શકે.. વાત તો સાચી છે પણ અમલ કોણ કરે?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/