fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં એક્યુપ્રેશર પદ્ધતિના મહત્વ સંદર્ભે વ્યાખ્યાન યોજાયું.

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં  એક્યુપ્રેશરના વર્તમાન મહત્વ વિશે વ્યાખ્યાન યોજાયું,કાર્યક્રમના પ્રારંભે કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ડી.એલ.ચાવડા સાહેબે મહેમાનોનો પરિચય આપી સ્વાગત કર્યું. મુંબઈના “જય ભગવાન આંતરરાષ્ટ્રીય એક્યુપ્રેશર સેન્ટર”ના ટ્રેઈનર શ્રી નવનીતભાઈ શાહે આજની બદલાયેલી જીવન અને કાર્ય પદ્ધતિ, જંકફૂડ ખોરાકમાં વધારો, સ્ટ્રેસ પૂર્ણ સ્વભાવની અસરોના કારણે શરીરના વિવિધ ભાગોમાં દુખાવા થવા લાગ્યા છે તેને દૂર કરવા એક્યુપ્રેશરના વિવિધ પોઇન્ટ વિશે જાણકારી આપી, તથા વિદ્યાર્થીની બહેનો ટ્રેનિંગ લઈને લોકોને જાગૃત કરી સાજા કરી શકાય છે તેની પ્રેક્ટીકલ સમજૂતી આપી.આ સાથે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના એડમીન શ્રી પ્રકાશભાઈ કટારિયા, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ જોશી, નૂતન કેળવણી મંડળના કારોબારી સભ્ય શ્રીમતી ગીતાબેન જોશીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો,તેઓ સૌ પણ ઉપસ્થિત રહેલ હતાં. કાર્યક્રમનું સંચાલન પ્રા. છાયાબેન શાહે અને આભાર દર્શન ડો હરિતા જોશીએ કર્યું. સમગ્ર સ્ટાફે પણ ઉત્સાહથી જોડાઈને એક્યુપ્રેશર પોઇન્ટના લાભ લીધેલ હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/