fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૧૫ ડિસેમ્બરે ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી ખાનગી ક્ષેત્રના અમરેલી જિલ્લાના ખાનગી એકમ, આલ્ફા ઓટોલીંક એલ.એલ.પી. માટે ૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારોને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ અથવા કોઈ પણ પ્રવાહમાં સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે ટેલિ કોલર, સેલ્સ એક્ઝિક્યુટીવ, ટેક્નિશ્યિન, કમ્યુટર ઓપરેટરની જગ્યા માટે તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, (આઈ.ટી.આઈ) લાઠી રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧  ખાતે ભરતી મેળો યોજાશે.

         આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.                                                   

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/