fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે અન્નકૂટ ઉત્સવ તથા પ્રસાદ ઘરના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવેલ. 

શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે ગતરોજ આપશ્રી  શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીના સાનિધ્યમા અન્નકૂટ ઉત્સવ તથા પ્રસાદઘરના ખાતમુહૂર્તનુ આયોજન કરવામાં આવેલ હતુ જેના અન્નકૂટ ઉત્સવના મુખ્ય મનોરથી માધવાણી પરિવાર લીખાળાવાળા હતા. ગતરોજ સવારમાથી જ સાવરકુંડલા તથા તાલૂકાના વૈષ્ણવોની વણજાર આવી રહી હતી. સર્વ  પ્રથમ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રી ( રાજુબાવાશ્રી)એ વૈષ્ણવોને બ્રહ્મસબંધ આપી આ  ઉત્સવનો પ્રારંભ થયો હતો ત્યાર બાદ રાજભોગ આરતીના દશઁન કરી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી.

ત્યાર બાદ શ્રી ગોવર્ધન પુજા આપશ્રીના હસ્તે દુધાભિષેક કરી ભોગઆરતી થયેલ હતા પછી શ્રીનાથજીને પ્યારી ગાયોની ગૌપુજા કરવામાં આવેલ. બપોરના સમયે શ્રી વિઠ્ઠલેશ પ્રસાદઘરના ભૂમી પુજન કાંતીભાઈ પાંચાણી હસ્તે કરી ખાતમુહૂર્તની પૂજાનો પ્રારંભ બેઠકજીના કારોબારી કમિટિના વિજયભાઈ વસાણી તથા જ્યોતિબેન  સજોડે આપશ્રીની આજ્ઞા મુજબ પુજાઅર્ચન  કરેલ હતી તેમજ ખાતમુહૂર્તમાં આપશ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીના સ્વહસ્તે કરવામાં આવેલ જેમાં સાથે વિજયભાઈ વસાણી સજોડે જોડાયા હતા ત્યારબાદ દરેક કારોબારી કમિટિના સભ્યો પણ જોડાયા.

ત્યાર બાદ શ્રી મહાપ્રભુજીની પ્રદિક્ષણામાં હાજર રહેલા તમામ વૈષ્ણવો તથા કિર્તનમંડળીના ગોપાલભાઈ તથા અન્ય કિર્તનીયા ભાઈઓ દ્વારા કિર્તનગાન સાથે કરવામાં આવેલ પછી શ્રી મહાપ્રભુજીના અન્નકૂટ ઉત્સવના દર્શન આપશ્રીના હસ્તે ખુલા મુકવામાં આવેલ જેના આરતી સમયે ખાસ દાદાભાઈ પુજ્ય શ્રી  ૧૦૮ સોમાયાજી દીક્ષીત શ્રી દ્રારકેશલાલજી મહારાજશ્રી પધારી બને આપશ્રીએ આરતી દર્શન વૈષ્ણવોને કરાવેલા. આ  દિવસે અમરેલી ઘરની પરંપરા મુજબ સામાજીક કાર્યક્રમ શ્રી લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના સહયોગથી શ્રી વીઠ્ઠલેશ યૂવક મંડળ દ્રારા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ વૈષ્ણવો માટે રાખવામાં આવેલ જેમાં ઘણા વૈષ્ણવોએ લાભ લીધેલ. લાયન કમલભાઈ, કાનાભાઈ, પીન્ટુભાઈ તથા દરેક લાયન સભ્યોની મહેનત રંગ લાવી હતી તેમજ હજારો વૈષ્ણવોએ અન્નકૂટ ઉત્સવના મહાપ્રસાદનો ગ્રહણ કરેલ.

સમગ્ર  આયોજનમાં શ્રી મહાપ્રભુજી બેઠકજીની કારોબારી કમિટિના તમામ સભ્યો તથા યુવકમંડળ તેમજ  પીરસવામાં તથા વિશેષ સેવાઓ માટે મહીલા મંડળના બહેનોએ રંગ રાખ્યો હતો તેમજ હરહંમેશ મીડીયા તથા પત્રકારભાઈઓનો સાથ સહકારથી બહારગામના  વૈષ્ણવોને સમાચાર ઝાંખી થાય છે. આ તકે યોગેશભાઈ તથા પાંધીભાઈ, દોશીભાઈ તેમજ દરેક પત્રકારભાઈઓનો પણ આભાર  માનવામાં આવેલ. જે કારોબારી કમિટિના વિજયભાઈ રાજુભાઇ કાંતીભાઈ વલભભાઈ કીતીઁભાઈ કનુભાઈ જણાવેલ છે 

આગામી દિવસમાં ફાગરસીયા મનોરથ ફેબ્રુઆરી માસમાં થશે જેની આપશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ. વિશેષમા આવતા કારતક માસમાં શ્રીમદ ભાગવદ સપ્તાહ શ્રી દ્રારકેશલાલજી મહારાજશ્રીના વ્યાસસ્થાને ૧૦૮ પોથી તેમજ શ્રી ગોવર્ધનનાથજી  પાટે બીરાજશે છપન્નભોગ સમૂહ માળા પહેરામણી અનેક વિવિધ મનોરથો થશે પોથી યજમાન લખવાનું પણ ચાલુ થઈ ગયેલ છે સપ્તાહના મુખ્ય મનોરથી મંજુલાબેન મનુભાઈ સેલડીયા  (ભાડવાળા)તથા શ્રી ગોવર્ધનનાથજી હવેલી તથા છપન્નભોગ મનોરથી નીતાબેન નવીનભાઈ રાજા મુંબઇ વાળા છૈ એમ વિજયભાઈ વસાણીએ જણાવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/