fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં પણ આવતીકાલે બપોરે ૩-૫૯ મિનિટે ધનાર્ક (ધનારખ) અર્થાત્ કમુરતા બેસતાં હોય હવે એક માસ માટે લગ્નસરાની મોસમને બ્રેક લાગશે. 

સાવરકુંડલા શહેરમાં આવતીકાલે બપોરે ૩-૫૯ મિનિટે ધનાર્ક (ધનારખ) અર્થાત્ કમુરતા બેસતાં હોય હવે એક માસ માટે લગ્નસરાની મોસમ પર વિરામ. જો કે લગ્નની સીઝનમાં ધમધોકાર ચાલતાં ટ્રાવેલ્સ, કેટરિંગ, ડી.જે.બેન્ડ પાર્ટી, કર્મકાંડ જેવા વ્યવસાય ધારકોનાં થોડો વિરામ (બ્રેક) જોવા મળશે.  આમ આ કમુરતાં દરમિયાન આવા  માંગલીક પ્રસંગો  માટે ઈન્ટરવલ ગણાય.એટલે મોર જાજે ઉગયણે દેશ જેવા લગ્ન ગીતો પણ હવે એક માસ સુધી સાંભળવા નહીં મળે. જાડેરી જાન જોડવાનું એક માસ સુધી બંધ રહેશે . એટલે કે લગ્નસરાની મોસમ  એક માસ માટે વિરામ લેશે. ડિસેમ્બર ૨૦૨૩ ની ૧૬ મી તારીખે બપોરે ૩-૫૯ મિનિટે ધનારખ બેસે છે અને તારીખ ૧૪-૧-૨૦૨૪ રાત્રે ૦૨-૪૪  કલાકે ફરી ધનારખ પૂર્ણ થતાં પુનઃ લગ્નસરાની મોસમ ધમધમી ઉઠશે. આમ તારીખ ૧૬ એટલે કે આવતીકાલથી એક માસ માટે લગ્ન સમારંભો બંધ રહેશે.. આમ તો આ લગ્નસરાનાં દિવસોમાં અનેક કોડભર્યા યુવક યુવતીઓનાં ઢોલ ઢબુકિયા.. કોઈકે ફાર્મ હાઉસ બુક કર્યાં તો કોઇકે થ્રી સ્ટાર કે ફોર ફાઈવ સ્ટાર હોટેલો બુક કરાવી. તો કોઈકે પોતાના સમાજની જ્ઞાતિવાડી બુક કરી લગ્ન પ્રસંગ રંગેચંગે ઉજવ્યો.

જો કે પહેલાં તો લગ્ન વિધિ લગભગ કન્યાનાં ઘરનાં આંગણામાં થતી હવે એ પ્રથા સાવ નાબૂદ થતી જોવા મળે છે. અને પહેલાં લગ્નવિધિ પણ રાત્રિનાં સમયે યોજાતી હવે તો એ ભાગ્યે જ જોવા મળે છે. કોઈકે તો વળી એ પચાસ વર્ષ પૂર્વેની શણગારેલાં બળદ ગાડામાં જાન લઈ જવાની પરંપરાને જાળવી, તો કોઇના વિવાહમાં હેલિકોપ્ટરનો ઉપયોગ પણ થયો.. આમ ખૂબ હોશ અને ઉમંગ આનંદથી અનેક નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં. આમ પણ લગ્ન એ જીવનનો સૌથી મહામૂલો અને અણમોલ પ્રસંગ હોય લોકો પોતાના વૈભવ અને ઐશ્વર્યને છલકાવવા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરતાં જોવા મળેલ. હા, કોઈ કોઈ સ્થળે ચાંદલામા આવેલી ધનરાશિનો ઉપયોગ સામાજિક સંસ્થામાં અનુદાન કરીને પણ કરવામાં આવેલ. આમ તો રંગેચંગે યોજાતા આવા  માંગલિક પ્રસંગો જ આ જીવનને હર્યુંભર્યું રાખે છે તે પણ આ વિવાહ વિધિ દરમ્યાન સિધ્ધ થયું. હવે આવતીકાલ પછી એક માસનો ઇન્ટરવલ ..વળી પાછું એનું એ કન્યા પધરાવો સાવધાન..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/