fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસી ખાતે ગઈકાલે પડેલી વીજળીક હડતાલ.. આજે પણ આ લખાઈ છે ત્યાં સુધી કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો નથી. 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસીમાં ગઈકાલે વેપારીઓની વીજળીક હડતાળને કારણે ૩૦૦  જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના ૭૦૦ આસપાસના મજૂરોની સ્થિતિ વધું કફોડી બની છે.   સાવરકુંડલા એપીએમસીમાં બે દિવસ પહેલા રાધારમણ ટ્રેડિંગ કંપની દ્વારા ખેડૂત સાથે અશોભનીય વર્તન બાદ યાર્ડ દ્વારા નોટીસ પાઠવતા વેપારીએ સામી નોટીસ યાર્ડમાં પાઠવીને જાહેર હરરાજી બંધ રાખવાનો નિર્ણય લેતા ગઈકાલે ૩૦૦ આસપાસના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા ને આજે પણ વીજળીક હડતાળ યથાવત રહેતા બહાર તાલુકામાંથી આવેલા ખેડૂતો હેરાન થયા ને ખેત જણસો ઢાંકી ઢાંકી ને મૂકીને ચાલ્યા ગયા. હડતાળને પગલે યાર્ડમાં ૭૦૦ જેટલા મજૂરો કે જે ટંકનું લાવીને ટંકનું કમાતા હોય તેની સ્થિતિ દયનીય છે.

  યાર્ડમાં મગફળી, કપાસના ઢગલા યથાવત પડ્યા છે જેથી ખેડૂતોની આવેલ ખેત જણસો યાર્ડ દ્વારા ખરીદ કરીને ખેડૂતોની પરેશાની દૂર થાય તેવા પ્રયાસો શરૂ થયા છે ને યાર્ડ દ્વારા ખેત જણસો લઈને આવેલા ખેડૂતો માટે નાસ્તા, જમવાની અને સૂવાની વ્યવસ્થા યાર્ડ સતાધીશોએ કરી હોવાથી ખેડૂતોએ રાહત  અનુભવી છે  બીજી તરફ વેપારીઓ યાર્ડમાં હડતાળ પાડીને ખાનગી ચર્ચાઓ કરી રહ્યા છે. ખેડૂતો પરેશાન છે તો મજૂરો પણ બેકાર બન્યા છે સાવરકુંડલા યાર્ડમાં વેપારીઓ અને યાર્ડ દ્વારા નોટીસ મામલે થયેલા ગજગ્રાહ બાદ હડતાળ પડી આ સંદર્ભે કોઈ વહેવારું ઉકેલ લાવવા માટે આજે જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમાધાન બેઠકોનો દોર શરૂ થયો છે. પરિણામલક્ષી પરિણામ આવશે કે કેમ તેને લઈને ખેડૂતો અને મજૂરો કાગડોળે રાહ જોઈ રહ્યા છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/