fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ગાય ગામડાંની  ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળી.. ગૌપ્રેમ એ પારિવારિક જીવનનો હિસ્સો હોય તેવું લાગે છે.

હજુ પણ ગ્રામ્ય સંસ્કૃતિમાં જીવદયા અને પ્રાણીઓ પ્રત્યેનો અપાર  પ્રેમ છલકતો જોવા મળે છે. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ખરેખર ગાય પ્રત્યેના પારિવારિક સંબંધો જેવો કિસ્સો જોવા મળ્યો. વાત જાણે એમ છે કે ભુવા ગામમાં કાંતિભાઈ જેરામભાઈ અકબરીની  ગાય ઉંમર ૨૫ વર્ષ ૩ મહિનાનું અવસાન થતાં તેને  સમાધિ આપવામાં આવી હતી  અને આ ગાયના સ્મરણાર્થે  સત્સંગ અને જમણવારનું પણ આયોજન કરવામા આવ્યું હતું. આમ ગૌપ્રેમનો આ કિસ્સો હજુ પણ એ વાતની સાબિતી આપે છે કે ભારતીય સંસ્કૃતિના સંસ્કાર હજુ પણ ગ્રામ્ય પ્રદેશોમાં ધબકતાં જોવા મળે છે. શહેરની ઝાકમઝોળ કરતાં ગ્રામ્ય સંસ્કૃતિની આ મીઠાશ હજુ પણ ગામડાંઓમાં અકબંધ છે. એટલે જ કોઈકે કહ્યું હતું કે દેશનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ગામઠી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/