fbpx
અમરેલી

અમરેલી માં યુવતી સાથે ચાલુ બસ માં છેડતી કરતા વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવતી ૧૮૧ અભયમ ટીમ

અમરેલી માં તારીખ ૧૮/૧૨/૨૦૨૩ ના રોજ વહેલી સવાર ના એક યુવતીએ ૧૮૧ માં કોલ કરી જણાવેલ કે તેઓ કૃષ્ણનગર-ધારી બસમાં અમરેલી આવી રહ્યાં છે ને તેઓને બસમાં એક વ્યક્તિ ચેનચાળા કરે છે.જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે.આથી,આ માહિતી મળતા ની સાથે જ તુરંતજ અમરેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ના કાઉન્સેલર પરમાર હીના, જીઆરડી મનીષાબેન માધાડ તથા પાયલોટ સંજયભાઈ મકાણી સ્થળ પર પહોચી ને આ પીડિત યુવતી સાથે વાતચીત કરી શાંત્વના આપી પરામર્શ કરતા તેઓએ જણાવેલ કે *તેઓ અમદાવાદથી એસ.ટી.બસ માં બેઠેલ હતા ને તે સમય દરમિયાન તેઓ ને નિદ્રા આવતા તેઓની બાજુ ની સીટ માં બેઠેલ આશરે ૬૦ થી ૬૫ વર્ષ ના વૃદ્ધ વ્યક્તિએ પીડિતાના નિદ્રા નો લાભ ઉઠાવી તેમજ ખરાબ નજર રાખી ચેનચાળા ને અડપલા કરેલ હતા*,જેથી આ યુવતીએ બસ માં આ બનાવ અંગે જાણ કરી ને તે છેડતી કરનાર વ્યક્તિ સામે વિરોધ કરતા તે વ્યક્તિ બસ માંથી ઉતરવાના પ્રયાસ કરેલ આથી આ પીડિતા એ ૧૮૧ ની મદદ માંગે.

જેથી ટીમ દ્વારા આ છેડતી કરનાર વ્યક્તિ સાથે વાતચીત કરી હકીકત જાણી તે વ્યક્તિ ને છેડતી અંગે કાયદાકીય માહિતી આપી હતી તેમજ આ પીડિત યુવતી એ બીજા જિલ્લા વતની હોય ને તેઓને અગત્યના કામથી ત્યાં જવાનું હોય આથી તેઓને આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવી હતી નહિ,પરંતુ તેઓ સાથે જે કૃત્ય ને વર્તન થયું તેવું આ વ્યક્તિ બીજી કોઈ યુવતી કે મહિલા સાથે વર્તન ના કરે તે અંગે સબક શીખવાડવો હોય *જેથી ટીમ દ્વારા આ વ્યક્તિ ને કડક શબ્દો માં કાયદાકીય માહિતી આપી કાયદાનું ભાન કરાવી યોગ્ય સૂચન આપેલ તેમજ બનાવ અંગે તે વ્યક્તિ ના પરિવારજનો ને જાણ કરેલ ને તેમજ તે વ્યક્તિ ને તેઓની ભૂલ નો અહેસાસ કરાવી અભયમ ટીમ દ્વારા તે છેડતી કરનાર વ્યક્તિને પીડિતા પાસે માફી મંગાવી હતી* ને હવે આજ પછી કોઈ દિવસ કોઈ પણ *યુવતી કે મહિલા સાથે આવું અભદ્ર વર્તન નહિ કરે તે અંગે ૧૮૧ અભયમ ટીમ દ્વારા લેખિત માં બાહેધરી લેવામાં આવેલ હતી*.તેમજ આ વ્યક્તિ ની બાહેધરી મેળવી ને હવે પછી આવી *ગુનાહિત પ્રવૃત્તિઓ થી દૂર રહેવા કડક શબ્દ માં તાકીદ* કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/