fbpx
અમરેલી

મોટાઝિંઝુડા ગામના યુવા સરપંચ પંકજ ઉનાવા દ્વારા ગામમાં દારૂબંધી

સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામમાં છેલ્લા ઘણા સમયથી દારૂ બાબતે સરપંચને ફરિયાદ મળતી હતી, ગામમાં સ્ત્રીઓ અને બાળકોના ભવિષ્ય સુધરે તેમજ ગામમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે ગામમાં મીટિંગનું આયોજન સરપંચ પંકજ ઉનાવા દ્વારા કરવામાં આવ્યું હતું.તેમાં મોટી સંખ્યામાં વડીલો, ગામના આગેવાનો તેમજ બહેનો આવેલ હતા. બહેનોની ફરિયાદ અને દારૂડિયાનો વધતો ત્રાસ બાબતે સરપંચ પંકજ ઉનાવાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે જઈ પીએસઆઇને  રજુઆત કરેલ, ગામના લોકોની માંગણી અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે, દારૂડિયા દારૂ ન પીવે અને બાળકોના શિક્ષણમાં પૈસા ખર્ચે તેવા ઉમદા હેતુથી પંકજ ઉનાવા દ્વારા ગામમાં દારૂબંધીની ઘોષણા કરવામાં આવી છે.. ગામના લોકોને વિનંતી પણ કરવામાં આવી છે કે કોઈ દારૂડિયો દારૂ પી ને નીકળે અથવા કોઈ દારૂ વેચતો જોવો તો વિડિઓ ઉતારી સરપંચને મોકલો અને પોલીસને જાણ કરો તેવી ભલામણ પણ સરપંચ દ્વારા કરવામાં આવી છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/