fbpx
અમરેલી

મુકેશ સંઘાણીના 51મા જન્મદિનની ઉજવણીનું સેવાકીય પ્રેરક આયોજન

સેવાકીય અને સામાજિક જીવનમાં સીમાચિહનરૂપ કામ કરનાર તપોવન આશ્રમના સ્વપ્નદ્રષ્ટા અને તેને ચરિતાર્થ કરનાર વ્હાલા ભેરું મુકેશ સંઘાણી અમરેલીના જાણીતા સેવાકીય અને સામાજિક કાર્યકર્તા મુકેશ સંઘાણી કે જેઓ સારહી યુથ ક્લબના સ્થાપક અને પ્રમુખ છે અને અનેક સામાજિક અને સેવાકીય સંસ્થા સાથે વર્ષો થી જોડાયેલા છે અને તન મન ધનથી સેવાકીય અને સામાજિક કાર્ય કરતા આવ્યા છે.પૂર, ભૂકંપ, કોવીડથી લઇ કોઈ પણ મુશ્કેલીમાં લોકોપયોગી કાર્ય કરવામાં સદા અગ્રેસર શ્રી મુકેશ સંઘાણીએ સેવાકીય કાર્યમાં એક ધોરીમાર્ગ બનાવ્યો છે.છેલ્લા ત્રણ દાયકાથી તેમણે અમરેલી જિલ્લામાં સેવાની જ્યોત ઉજાગર કરી છે . શ્રી મુકેશ સંઘાણીનો  ૫૧મો જન્મદિન આગામી ૨૪  ડિસેમ્બરના રોજ ઉજવાશે. આ પ્રસંગે તેમના ભેરૂડાઓ દ્વારા એક અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે.

ઉજવણીના કાર્યક્રમનો ઉપક્રમ આ મુજબ રહેશે.

51 મિત્રો દ્વારા દેહદાનની જાહેરાત કરવામાં આવશે.

51 અનાથ બાળકોની વાર્ષિક શિક્ષણ ફી આપવામાં આવશે.

51 વિધવા બહેનોને રાશનકીટ આપવામાં આવશે.

51 સગર્ભા બહેનોને પ્રોટીન કીટ આપવામાં આવશે.

51 ટીબી પેશન્ટને પ્રોટીન કીટ આપવામાં આવશે.

51 રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

પાંચ મંદિરોમાં ધૂન અને આરતી કરવામાં આવશે.

અમરેલીની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ૫૧ સેવાકીય કાર્યક્રમ આપવામાં આવશે.

પાંચ ગૌશાળામાં ગાયોને લાડુ અને ઘાસચારો આપવામાં આવશે.

મહિલા વિકાસ ગૃહની દીકરીઓને અને ચિતલ રોડ અંધશાળાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવશે.

મુકબધીર શાળાના બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવશે.

આ સેવા યજ્ઞમાં અમરેલીની વિવિધ સેવાકીય સંસ્થાઓ લોકોપયોગી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે.

મુકેશ સંઘાણી જન્મદિન ઉજવણી સમિતિ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું વિશિષ્ટ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેઓએ આ સેવાકીય ઉજવણીમાં સર્વે જનસમુદાયને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું છે નોંધનીય બાબત એ છે કે સમગ્ર કાર્યક્રમ અને સેવાકીય પ્રવૃત્તિનો ખર્ચ મુકેશ સંઘાણીના ભેરૂડાઓ દ્વારા થનાર છે. જેથી  સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને સમાજમાં સકારાત્મક પરિવર્તન અપેક્ષિત રહે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/