fbpx
અમરેલી

કેન્સરની બિમારી માટેની રુ.૩.૫ લાખની શસ્ત્ર ક્રિયા હતી તે આયુષમાન કાર્ડ દ્વારા નિ:શુલ્ક થઈ : લાભાર્થી મધુભાઈ ત્રાપસીયા

અમરેલી જિલ્લાના નાના ભંડારીયાના શ્રી મધુભાઈ ત્રાપસીયા ૭૦ વર્ષની વયના છે. વ્યવસાયે ખેડૂત અને હાલ નિવૃત્ત છે તેવા શ્રી મધુભાઈને કેન્સરની બિમારી થઈ હતી. શ્રી મધુભાઈએ કહ્યુ કે, પ્રથમ વાર જ્યારે કેન્સરની સારવાર કરાવવાની થઈ ત્યારે મારી પાસે આયુષમાન કાર્ડની વ્યવસ્થા નહોતી તેથી એ સારવાર વખતે અમે સ્વ ખર્ચે  રુ.૩.૫ લાખ ચૂકવી અને રાજકોટ ખાતે સારવાર કરાવી હતી. જો કે, સંજોગ વસાત આગળ જતા મારે ફરી કેન્સરની શસ્ત્ર ક્રિયા કરવાની થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું. પરંતુ આ સારવાર વખતે મારી પાસે આયુષમાન કાર્ડ હતું. મારા પુત્રએ મને જણાવ્યુ હતુ કે, આયુષમાન કાર્ડના માધ્યમથી  આરોગ્ય વિષયક સહાય નિ:શુલ્ક મળી રહે છે. મને એ વાતમાં વધુ વિગત મળી કે, આયુષમાન કાર્ડ એ રુ.૦૫ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર થશે તેથી અમે આયુષમાન કાર્ડની મદદથી રાજકોટ સ્થિત હૉસ્પિટલ ખાતે સારવાર કરાવી. સારવારનો ખર્ચ રુ. ૩.૫ લાખ થયો જે મને આયુષમાન કાર્ડ દ્વારા મળ્યો. સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરુ છું.

           આ શબ્દો છે અમરેલી જિલ્લાના નાના ભંડારીયાના રહીશ મધુભાઈ ત્રાપસીયાના. નાના ભંડારીયા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમના દરમિયાન તેમણે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો  હતો. આયુષમાન ભારત યોજના અંતર્ગત રાજ્યમાં રુ. ૧૦ લાખ સુધીની સહાય તબીબી સારવાર માટે મળવાપાત્ર છે, આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. વિકસિત અને નિરામય રાષ્ટ્રના નિર્માણ અર્થે આયુષમાન ભારત કાર્ડ પી.એમ.જે.વાય. યોજના થકી નાગરિકોના જીવનમાં આર્થિક તેમનું સામાજિક રીતે સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/