fbpx
અમરેલી

કલામ કેમ્પસના વિદ્યાર્થીઓએ અમરેલી પોલીસ હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી

અમરેલી તા.૨૧ આજરોજ અમરેલી એસ.પી.શ્રી હિમકર સિંહ સાહેબના માર્ગદર્શન નીચે અને પી.આઈ. ખમલ સાહેબની અધ્યક્ષતામાં આજ રોજ કલામ કેમ્પસના ધોરણ ૬  થી ૮ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અશ્વ વિભાગની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ઘોડાની તાલીમ થી લઇ અને વિવિધ પ્રકારની રેસ અને ઘોડાના વિવિધ પ્રકારના ઉપયોગ વિશે માહિતી મેળવી હતી અને વિદ્યાર્થીઓ ને ઘોડાની તાલીમ અને તેમને આપવામાં આવતી સુવિધાઓથી પરિચય કરાવવાની સાથે દીકરીઓમાં સાહસ વધે અને તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે માટે અધિકારીશ્રી દ્વારા તેમને પ્રોત્સાહિત કરવાની સાથે તેમને ઘોડા પર સવાર થવાનો અનુભવ પણ કરાવ્યો હતો.

ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો જેવાકે પિસ્ટલ, રાઇફલ, A.K.47, લાઈટ મશીન ગન, ટીયર ગેસ ગન થી લઇ અતિ આધુનિક ગન વિશેની માહિતી મેળવી હતી, અને આ દરેક હાથિયારના મિકેનિઝમ વિશે પણ માહિતી આપી હતી કઈ પરિસ્થિતિમાં કયા પ્રકારના હાથિયાર નો ઉપયોગ કરવામાં આવે અને તે કેવી રીતે કાર્ય કરે તેમના વિશે માર્ગદર્શન આપવાની સાથે વિદ્યાર્થીઓ

ને તેમની તાલીમ અને તેમના લાયસન્સ અને ટ્રેનિંગ સેન્ટરનું મહત્વ પણ સમજાવ્યું હતું અને તેઓ પણ ભવિષ્યમાં આઈ.પી.એસ.કે ઉચ્ચ કક્ષાના અધિકારી બની સમાજ અને દેશ સુરક્ષામાં પોતાનું યોગદાન આપે તે માટે પી.આઈ.ખમલ સાહેબ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

ત્યારબાદ વિદ્યાથીઓ વ્રજ અને વરુણ જેવા સશસ્ત્ર હથિયાર વિશેનું લાઈવ ડેમોસ્ટ્રેશન મેળવી તેમના ઉપયોગ વિશે માહિતી મેળવી વિદ્યાર્થીઓ રોમાંચિત થઇ ઉઠ્યા હતા આ તકે કલામ કેમ્પસના વિદ્યાર્થીઓ ને આટલી સુંદર તક આપવા માટે અને પોલીસ વિભાગના વિવિધ વિભાગોથી પરિચિત થવાની તક આપવા માટે કલામ કેમપ્સ

ના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલી એસ.પી. શ્રી હિમકરસિંહ સાહેબનો અને પી.આઈ. ખમલ સર નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ તકે પી. આઈ. ખમલ સરે જણાવ્યું હતું કે આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે અને કલામ કેમ્પસના વિદ્યાર્થીઓ જે ઉત્સાહ અને ઉત્સુખતા સાથે આ શૈક્ષણિક વિઝીટમાં જોડાયા તે ખુબ પ્રશશનીય છે અને તેઓ પોતાની  શ્રેષ્ઠ કારકિર્દી બનાવી દેશ સેવામાં પોતાનું યોગદાન આપે તે માટે તેમને શુભેચ્છા અર્પણ કરી હતી તથા શાળાના સંચાલકોને પણ આ નવીનતમ પહેલ માટે અભિનંદન આપ્યા હતા તેવું શ્રી ઋષિભાઈ પંડ્યા સાહેબની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/