fbpx
અમરેલી

ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન કરવા ખેડૂતોને અનુરોધ

ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.  પાકમાં પોપટા બેસે ત્યારે આ પ્રકારની ખાઉધરી ઇયળ વધુ નુકશાન કરે છે. ઈયળના પાછળના ભાગે આંગળી મૂકી ધીરેથી દબાવવાથી ઈયળ તરત જ કરડવા માટે આંગળી તરફ ઝાટકા સાથે વળે તો સમજવું કે લીલી ઈયળ છે. ચણાના પાકમાં ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં આ ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

સંકલિત નિયંત્રણના પગલાં:

(૧) ચણાના પાકમાં ધાણા, રાઈ જેવા આંતર પાક તરીકે વાવેતર કરવું. (ર) ચણાના પાકમાં ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ગલગોટા તરફ આકર્ષાઇને ત્યાં ઈંડા મૂકે છે. જેથી ઈંડા મૂકવામાં આવેલા આ ફુલ ચુંટી લેવા અથવા તેના પર દવાના છંટકાવ કરવો. (૩) પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી. ખેતરમાં જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીપા નાખવા. જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા તેનો નાશ થશે. (૪) પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-પ૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા.(પ) લીંબોળીનાં મીંજનું પ ટકા દ્વાવણ (પ૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) નાં ર થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામનો અથવા અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક અથવા બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ અથવા એનપીવી ૨૫૦ એલઇ ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. (૬) લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં પ૦ ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યાર બાદ ૧પ દિવસે કિવનાલફોસ ર૦ મિ.લિ. અથવા ફલુબેન્ડીયામાઈડ ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.પ મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્જોએટ ર ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી. પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં કિવનાલફોસ ૧.પ ટકા ભુકી દવા હેકટરે રપ કિ.ગ્રા. પ્રમાણે છાંટવાથી સારું પરિણામ મળે છે. આ અંગે વધુ  માહિતી વિગતો કે જાણકારી જે-તે વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ  અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું  છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/