fbpx
અમરેલી

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઠુમ્મરે ભાષણમાં નરેન્દ્રભાઇ મોદી માટે અપશબ્દનો પ્રયોગ કર્યો તેના વિરોધમાં સાવરકુંડલા ભાજપ દ્વારા આવેદનપત્ર અપાયું

કોંગી નેતા વીરજી ઠુમ્મરના જાહેર ભાષણમાં પ્રધાનમંત્રીનું નામ લઈને અશોભનીય ભાષા પ્રયોગ કરવા સામે ભાજપમાં રોષ ફાટી નીકળ્યો છે ને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અપમાન નહિ પણ દેશના 140 કરોડ ભારતીયો નું અપમાન કર્યું હોય તે અંગે કોંગ્રેસ માફીની માંગ સાથે વીરજી ઠુમ્મર અને કોંગ્રેસના સંસ્કૃતિ વિહોણા કલ્ચરનો પ્લે કાર્ડ સાથે પદયાત્રા કરીને પ્રાંત કલેકટરને આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય મહેશ કસવાળાએ  કાયદેસરના પગલાં ભરવાની માંગણી કરેલ છે.

ગઇકાલે કોંગ્રેસની એક સભામાં દેશની સંસ્કૃતિ અને દેશની આન બાન અને શાન સમાન પ્રધાનમંત્રીના ગરીમાવંત પદ વિશે અશોભનીય અને અવિવેકી ભાષા પ્રયોગ સામે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાલા ની અધ્યક્ષતામાં નાવલી નદીના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કોંગ્રેસ અને વિરજી ઠુમ્મર માફી માંગે તેવા સ્લોગનો સાથે પદયાત્રા કરીને કોંગ્રેસ સામે સૂત્રોચાર કરીને દેશની ગરીમા સમાનના પદ અને ભાજપના મહિલા નેતા વિશે હલકી ભાષામાં ટિપ્પણી કરનાર વીરજી ઠુમ્મર સામે ભારોભાર રોષ ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળ્યો હતો.

પૂતળાં દહન કરે તે પહેલાં પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા અશોભનીય ટિપ્પણીઓ અને અવિવેકી ભાષાએ ભારત દેશની છબીને ખરડવાનું કૃત્ય કરનાર કોંગી નેતા સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે સાવરકુંડલા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય મહેશ કસવાળાએ લોકસભાની ચૂંટણી પહેલાં હવામાં હવાતિયા અને સસ્તી પ્રસિદ્ધિ માટે નિમ્નકક્ષાનું રાજકારણ રમતા કોંગ્રેસીઓ માફી માંગી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દેશ નહિ પણ દુનિયાના નકશામાં વૈશ્વિક નેતાની છાપ ધરાવે છે તે કોંગ્રેસના નેતાઓ જોઈ શકતા નથી. તેમ સત્વ અટલધારા કાર્યાલય ના ઇન્ચાર્જ જે.પી. હિરપરા અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/