fbpx
અમરેલી

શ્રી કરૂણાનંદ યુવા ક્રિકેટ ટીમ સુરત દ્વારા આયોજિત ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલીની મહાદેવ સ્ટ્રાઇકર ટીમનો ભવ્ય વિજય થતાં સાવરકુંડલા લાયન્સ કલબના પ્રમુખ કમલ શેલારે વિજયી ટીમને અભિનંદન પાઠવ્યા. 

સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૬ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.. ફાઈનલ મુકાબલો બ્લેક પેન્થર અમદાવાદ અને મહાદેવ સ્ટ્રાઇકર અમરેલી વચ્ચે થતાં અમરેલીની મહાદેવ સ્ટ્રાઇકર ટીમ વિજેતા ઘોષિત થઈ. ટીમના વાઇસ કેપ્ટન સાવરકુંડલાના જય શેલાર મેન ઓફ ધી સિરિઝ ઘોષિત થતાં સાવરકુંડલા શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં હર્ષની લાગણી પ્રસરી. 

શ્રી કરૂણાનંદ યુવા ક્રિકેટ ટીમ સુરત દ્વારા આયોજિત ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૨૩ અને ૨૪ ડિસેમ્બર – ૨૦૨૩ (શનિવાર – રવિવાર) નાં રોજ સફળતાપુર્વકનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો…આનંદ,ઉત્સાહ અને જોશભર્યા વાતાવરણમાં યુવાનો અને સમાજને સંગઠિત અને ખેલદીલી શીખવતી આ પ્રવૃત્તિને ખરેખર નીહાળવા જેવી અને પ્રભાવિત કરે એવી હતી. 

આ ટુર્નામેન્ટમાં ફાઈનલમાં બ્લેક પેન્થર અમદાવાદ અને મહાદેવ સ્ટ્રાઇકર-અમરેલીની ટીમ વચ્ચે ફાઈનલ રમાઈ હતી..તેમાં મહાદેવ સ્ટ્રાઈકર અમરેલીનો ભવ્ય વિજય થયો હતો અને ચેમ્પીયન બની હતી..કેપ્ટન ગીરીશ સરવૈયા સુંદર રીતે ટીમને કેપ્ટનચીપ કરી હતી અને વાઈસ જય શેલાર-સાવરકુંડલા સુંદર દેખાવ કરી મેન ઓફ ધ ચિરીઝ બનેલો હતો.મહાદેવ સ્ટ્રાઈકર અમરેલીને સાવરકુંડલા લાયન્સ કલબના પ્રમુખ  કમલ શેલાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/