fbpx
અમરેલી

સ્વ.અટલબિહારી વાજપાઈજી ની જન્મજયંતિ નિમિતે “સુશાસન દિવસ’’ (૨૫ ડીસેમ્બર ) નીઉજવણી કરતુ અમરેલી જીલ્લા ભાજપ

ભાજપના દિવંગત નેતા અને તત્કાલીન વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપાઈજી ની ૯૯ મી જન્મજયંતિની ઉજવણી અમરેલીના દાદા ભગવાન હોલ લીલીયા રોડ ખાતે જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના માર્ગદર્શન માં કરવામાં આવ્યો હતો.

            ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. અટલજી એ ફક્ત રાજનેતા ન હતા પરંતુ એક ખુબ લોકપ્રિય કવિ પણ હતા. આજ ના કાર્યક્રમમાં તેમની કવિતાઓ નું અમરેલીના જાણીતા કવિઓ દ્વારા પઠન કરી તેમને ભવ્ય કાવ્યાંજલિ પણ આપવામાં આવી હતી અટલજી ની દેશભક્તિ ની કવિતાઓ ના રસપાન દ્વરા લોકો જુમી ઉઠયા હતા.અમરેલીના કવિશ્રીઓ અર્જુનભાઈ ગઢીયા ,ગોપાલભાઈ ધકાણ,અર્જુનભાઈ દવે અને ડૉ.કેતનભાઈ કાનપરીયા એ પોતાની આગવી શૈલી માં કાવ્યો રજુ કર્યા હતા.

            કાર્યક્રમ માં ઉપસ્થિત અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા એ અટલજીના જીવનનાં અનેક પ્રસંગો ની વાત કરી વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન કરેલા અનેક કાર્યો ને યાદ કર્યા હતા,કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા એ અટલજીના રાજનેતા અને કવિ બન્ને વ્યક્તિત્વ વિષે પોતાની આગવી શૈલી માં વાત કરી અને શા માટે તેમના જન્મદિવસને “સુશાસન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે તે વ્યક્ત કર્યું હતું.અટલજીએ શરૂ કરેલ “સુવર્ણ ચતુર્ભુજ” રોડ, ૧૪ વર્ષસુધી બાળકોના મફત શિક્ષણ માટે “સર્વ શિક્ષા અભિયાન”, દેશની રક્ષા માટે કરેલા અણુધડાકા દ્વરા ભારતને પરમાણું મહાસતા બનાવવી ,પાકિસ્તાન સાથે દોસ્તી નો હાથ લંબાવી “સમજોતા” એક્સપ્રેસ, દેશમાં પ્રથવાર બનાવેલ “ગ્રામિણ મંત્રાલય” જેવા કાર્યો ને પણ યાદ કર્યા હતા.અટલજીના બનાવેલા પથ પર ચાલીને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલ પ્રજાલક્ષી કાર્યો ની વાત કરી હતી .ભા.જ.પ. સૌ કાર્યકર્તાઓ ને અટલજીના વિચારો તેમણે કરેલા કાર્યો અને તેમના જીવન ઉપરથી  પ્રેરણા લઇ ભારત દેશને ૨૦૪૭ માં સપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા નાં નરેન્દ્રભાઈ મોદી ના સંકલ્પ માં જોડાવા અપીલ કરી હતી.

            કાર્યક્રમ નું સંચાલન કાવ્યાત્મક રીતે જીલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા એ કર્યું હતું.

            આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ સાવલીયા(અમરડેરી ચેરમેન ) , ભરતભાઈ સુતરીયા(જીલ્લા પંચાયત પ્રમુખ) ,દિનેશભાઈ પોપટ(પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ)  ,મેહુલભાઈ ધોરાજીયા (મહામંત્રી જીલ્લા ભાજપ),પીઠાભાઈ નકુમ(મહામંત્રી જીલ્લા ભાજપ) ,મનીષભાઈ સંઘાણી(ઉપાધ્યક્ષ પ્રદેશ યુવા ભાજપ ), હિરેનભાઈ હીરપરા(મહામંત્રી પ્રદેશ કિશાન મોરચો ),મયુરભાઈ માંજરીયા(મંત્રી પ્રદેશ બક્ષીપંચ મોરચો) , ભાવનાબેન ગોંડલીયા(મંત્રી પ્રદેશ મહિલા મોરચો), કેતનભાઈ  ઢાંકેચા (મંત્રી જીલ્લા કિશાન મોરચો) સહિત જીલ્લા પંચાયત ,તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યો ,જીલ્લા ભાજપના હોદેદારો,તાલુકા અને શહેર ભાજપ તથા મોર્ચાનાં હોદેદારો સહિત સમગ્ર જીલ્લા માંથી ભાજપના કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં  હાજર રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/