fbpx
અમરેલી

અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધીમાં સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમના મહંતને આમંત્રણ

 તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય થી ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલા શહેર અને પંથક માટે ગૌરવરૂપ બાબત ગણાય તેમ સાવરકુંડલા ખાતે આવેલા કબીર સંપ્રદાયના કબીર ટેકરી આશ્રમના મહંત પૂજ્ય નારણદાસને અયોધ્યાથી ભગવાન શ્રી રામના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા ખાસ નિમંત્રણ મળ્યું છે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રભારી નીતિન મામા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયજી વતી સાવરકુંડલા આવી વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખી કબીર ટેકરી ખાતે નારણદાસને અર્યોધ્યા ખાતે રામ જન્મભૂમિ ટ્રસ્ટ વતી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા ખાસ નિમંત્રણ આપી હારતોરા કરી ભાવસભર આગ્રહ કર્યો છે જેથી નારણદાસ આગામી તારીખ ૧૯ જાન્યુઆરીના રોજ સાવરકુંડલા થી અયોધ્યા જવા રવાના થશે.

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના વ્યવસ્થાપકો દ્વારા તમામ આમંત્રિત સંતો, મહંતોને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પરથી તેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર ભારતમાંથી માત્ર ૪૦૦૦ સાધુ સંતોને આ ભવ્ય ધાર્મિક મહોત્સવ પ્રસંગે હાજરી આપવા આમંત્રણ મળ્યું છે ત્યારે ૪૦૦૦ સંતોમાં સાવરકુંડલાના કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારણદાસનો સમાવેશ થતા તે પણ સાવરકુંડલા શહેર અને તાલુકાના ધર્મપ્રેમીઓ વતી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા જઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતામાં પણ હરખની હેલી ચડી છે અને સહુ કોઈ મહંત શ્રી નારણદાસ સાહેબને રૂબરૂ મળી આનંદ વ્યક્ત કરી રહ્યા છે અત્રે નોંધનીય છે કે મહંત શ્રી નારણદાસ સાહેબ વિવિઘ સામાજિક સેવાકીય પ્રવૃતિઓની સાથે સાથે સનાતન ધર્મની રક્ષા, પ્રચાર અને પ્રસાર માટે સતત પ્રયતશીલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/