fbpx
અમરેલી

ગુજરાત ભૂદેવ પત્રકાર એકતા નું whatsapp ગ્રુપ બનાવીને “કલમ વીરો”નું સંગઠન મજબૂત બનાવવા અનોખો પ્રયાસ કરાયો

સિધ્ધપુરના યુવાને પ્રજ્વલિત કરેલી એકતા ની જ્યોત whatsapp ગ્રુપમાં ઝગમગી ઉઠી
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા અનેક શબ્દ મહારથીઓ એક મંચ પર આવ્યા

     દેશ અને રાજ્યમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈ પત્રકારત્વ કરતા  બ્રહ્મ સમાજના ‘શબ્દોના મહારથીઓ’ એવા ભાઈઓ અને બહેનોને એક તાંતણે બાંધી સંગઠિત કરવા માટે સિદ્ધપુરના યુવા પત્રકારે ‘ગુજરાત ભૂદેવ પત્રકાર એકતા’ નામની જ્યોત પ્રજવલિત કરી છે. જે ખૂબ જ ટૂંકા ગાળામાં બ્રહ્મબંધુ ના એકત્રીકરણથી ડિજિટલ યુગના whatsapp ગ્રુપમાં ઝગમગી ઉઠી છે. પત્રકારત્વ ક્ષેત્રે મોટી સંખ્યામાં કાર્ય કરતાં “કલમ વીર” બ્રહ્મ બંધુઓને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય સફળતાના શિખરો સર કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

      દેશ તેમજ ગુજરાત રાજ્યમાં  પત્રકારત્વ ક્ષેત્રમાં વર્ષો થી આજ દિન સુધી બ્રહ્મ સમાજમાંથી આવતા ભાઈઓ અને બહેનોનો દબદબો રહ્યો છે. શબ્દોના મહારથને પ્રાપ્ત કરીને આજે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં બ્રહ્મ સમાજમાંથી આવતા ભાઈઓ બહેનો ખરા અર્થમાં “કલમ વીર” તરીકે ઓળખાય છે. આવા જ વિચારે ગુજરાતના કાશી ગણાતા બ્રહ્મબંધુઓની નગરી તરીકે ઓળખાયેલા સિદ્ધપુરમાં ‘જય હિન્દ’ નામક દૈનિકના પત્રકાર તરીકે પોતાની ફરજ બજાવતા ‘ધ્રુવ દવે’ નામના યુવાને પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરતા સમાજના ભાઈઓ બહેનોને એકત્રિત કરવાનું વિચાર્યું અને આજના ડિજિટલ યુગમાં whatsapp ગ્રુપ સાથે તમામ સમાજ બંધુઓને જોડીને પત્રકારત્વની સાથોસાથ સામાજિક રીતે પણ સંગઠિત રહેવા માટે તેઓએ બીડું ઝડપ્યું છે.

      સિધ્ધપુરના યુવા પત્રકારે ‘ગુજરાત ભૂદેવ પત્રકાર એકતા’ નામનું whatsapp ગ્રુપ બનાવી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત બ્રહ્મ સમાજમાંથી આવતા કલમ વીરોને ગ્રુપમાં જોડાવવાનું આહવાન કરતા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા અનેક શબ્દ મહારથીઓનો “ધોધ” વરસી પડેલો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં અનેક ભૂદેવ પત્રકારોએ આ વિચારને સહર્ષ વધાવીને પોતે જે તે વિસ્તારમાંથી આવે છે ત્યાં ગ્રુપમાં જોડાયેલા તમામ ભૂદેવ પત્રકારોને રૂબરૂ મળી સ્નેહમિલન યોજીને ભોજન સહિતની તમામ વ્યવસ્થા ખર્ચ સાથે ઉપાડી લેવાની જવાબદારી સાથે સંગઠનને વાદ વિવાદથી પર રાખીને ‘તાકાતવાન’ બનાવવા માટેની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જેને ગ્રુપ સભ્યોએ સહર્ષ આવકારી ‘ગુજરાત ભૂદેવ પત્રકાર એકતા ને મજબૂતાઈ આપવાની ઈચ્છા દર્શાવતા તમામ ભૂદેવ પત્રકારોને ધન્યવાદ અર્પણ કરી આભાર પણ માન્યો છે.

     ડિજિટલ પ્લેટફોર્મના whatsapp સંગઠન દ્વારા ગુજરાત ભરના ભૂદેવ પત્રકારો સાથેનો સંપર્ક મજબૂત બની રહે અને જે તે જિલ્લા,તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની પત્રકારત્વનો ખોરાક ગણાતી માહિતી ભૂદેવ પત્રકારોને સૌથી અગ્રેસર રીતે મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. જે ખરેખર આવકાર અને બિરદાવવા લાયક છે. whatsapp ગ્રુપના સથવારે રાજ્યભરમાં પત્રકારો દ્વારા ખોટી પોલીસ ફરિયાદો, ખોટા આક્ષેપો, હુમલાઓ  ક્ષેત્રે કાર્યરત ભૂદેવ ભાઈઓ બહેનો એકબીજાના પરિચયમાં રહેશે. સાથોસાથ આજના યુગમાં જે રીતે પત્રકારો સામે અસામાજિક તત્હિતના બનાવો બને છે. જે પરિસ્થિતિ જ્યારે કોઈ ભૂદેવ પત્રકાર સામે આવીને ઊભી રહે ત્યારે તેની સામે સંગઠિત થઈને ન્યાયિક લડાઈમાં ભૂદેવ પત્રકારો પોતાની એકતા બતાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/