fbpx
અમરેલી

જે.વી. મોદી હાઈસ્કૂલ-સાવરકુંડલામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિતે  વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અને  ગ્રાહક જાગૃતિ અંગેનું માર્ગદર્શન અપાયું… જાગો ગ્રાહક જાગો…

રાષ્ટ્રીય  ગ્રાહક અધિકાર દિવસ નિમિતે જે.વી. મોદી હાઇસ્કુલ-સાવરકુંડલા ના વિદ્યાર્થીઓ ને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિ અંગેનું માર્ગદર્શન શાળાના પ્રિન્સીપાલ આશિષભાઈ જોષી તેમજ કન્ઝ્યુમર ક્લબના કન્વીનર શૈલેષભાઈ ખરાડી દ્વારા આપવામાં આવેલ અને ગ્રાહકના અધિકારો અને તેને લગતા કાયદાઓ વિશે સમજણ આપેલ.
આચાર્ય ના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓ એ જાગો ગ્રાહક જાગો અને ગ્રાહક સુરક્ષા જેવા વિષયો ઉપર પ્રશ્નોતરી અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલઅને કાયદાના નિયમો પ્રમાણે ગ્રાહકે ઓનલાઇન બેન્કિંગ તથા શોપિંગમાં, વસ્તુઓ ખરીદતા સમયે પાક્કું બીલ લેવાનો આગ્રહ રાખવો અને ખરીદેલ વસ્તુઓ વિશે જાણકારી મેળવવી જોઈએ જેવી તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવેલ હતા. આ તકે આચાર્ય દ્વારા ગ્રાહક જાગૃતિ અંગેના શપથ લેવડાવી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/