fbpx
અમરેલી

જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા આયોજિત  વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં પાંચ ખાતે ભવ્ય સ્વાગત. 

અમરેલી જીલ્લામાં  વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે જે અન્વયે આજ આ યાત્રા સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં પાંચ ખાતે આવેલ. જનહિતલક્ષી યોજનાઓના લાભની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તેવા શુભ આશયથી આવેલ આ યાત્રાનું ભવ્ય સ્વાગત શાળા નંબર પાંચની બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી કરાયું હતું.  આમંત્રિત મહેમાનોનું સ્વાગત શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત થકી કરેલ. તથા વિધાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરતુ નાટક પણ રજુ કરેલ.ધારાસભ્ય  કસવાલાએ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા વહીવટી તંત્રને ટકોર કરી હતી.વિવિધ વિભાગો સંબધિત યોજનાના લાભાર્થીઓને લાભ એનાયત કરાયા હતા. તથા લાભાર્થીઓએ સરકારની યોજના થકી તેમને મળેલ લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કરેલ.

આ તકે નગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ અને આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા એસ.ઓ.ઈ. ( સ્કુલ ઓફ એકસલેન્સ) અંતર્ગત નવનિર્મિત બે ઓરડા, સેનીટેશન યુનિટ, એમ.ડી.એમ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું અને એસ.ઓ.ઈ શાળાની મુલાકાત કરી શાળામાં સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ તથા શાળા સ્વચ્છતાના વખાણ કર્યા અને શાળા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના આચાર્ય અભિષેકભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો હિરેનભાઈ જીકાદ્રા,નિરવભાઈ મહેતા,ભાર્ગવભાઈ પંડયા, ભરતભાઈ, હસમુખભાઈ,ગીતાબેન ચાવડા,પૂનમબેન ભટ્ટી, સેજલબેન કાથરોટીયા,ડિમ્પલબેન, અરુણાબેન,વિલાસબેન,હર્ષાબેને જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/