fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા કબીર ટેકરી- સાવરકુંડલા મુકામે ૧૧૧ મા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન

રમાબેન અનિલભાઈ પારેખ મુંબઇ તરફથી મળેલ આર્થિક સહયોગ મહંતશ્રી નારાયણ સાહેબના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને શ્રી સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અને રમાબેન અનિલભાઈ પારેખ મુંબઇના આર્થિક સહયોગથી ૧૦૯મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ કબીર ટેકરી સાવરકુંડલા મુકામે તા.૨૮-૧૨-૨૦૨૩ ને ગુરુવારે સવારે ૯-૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ હતું. નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દિપપ્રાગટ્ય શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલાના મહંતશ્રી નારાયણ સાહેબ દ્વારા કરવામાં આવેલ અને તેઓએ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને શુભેચ્છાઓ પાઠવી હતી અને વધુમાં વધુ દર્દીઓને લાભ લેવા અપીલ કરી હતી.

આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી, આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવનાર છે. આ ઉપરાંત નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૭૫ દર્દીઓએ લાભ લીધો હતો અને ૫૪ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ છે. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા.

જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુર ના નંબરની તપાસ કરવામાં આવેલ તેમજ કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા બનાવી આપેલ હતા. હવેથી લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ચોથા ગુરુવારે કબીર ટેકરી સાવરકુંડલામાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થનાર છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી સેક્રેટરી લાયન ઋજુલભાઈ ગોંડલીયા, લાયન સાહસભાઈ ઉપાધ્યાય તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. પિત્રોડા, શ્રી કિર્તીભાઈ ભટ્ટ, શ્રી નિલેશભાઈ ભીલ, શ્રી હિમતભાઈ કાછડીયા અને તેમની ટીમ તેમજ શ્રી વિશાલભાઈ વ્યાસ, શ્રી જીતેનભાઈ હેલૈયા, પટેલ બેટરીવાળાશ્રી વિઠ્ઠલભાઈ પટેલ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ પ્રમુખ લાયન કિશોરભાઈ શિરોયાની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/