fbpx
અમરેલી

ભાજપ કિસાન મોરચા દ્વારા ધરતીપુત્રોના સંતાનો માટે રાજ્ય લેવલે કબડ્ડી સ્પર્ધા યોજાય

તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે યોજાયેલ પ્રદેશ કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં કુલ ૨૮ જિલ્લાની ટીમોએ ભાગ લીધેલ જેમાં ૨૩ મેચ રમાયેલ . કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સ્પર્ધા ખુલ્લી મુકવામાં આવી હતી. જયારે કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સંસદ શ્રી ડો અનિલ બોન્ડે ની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સમાપન કરવામાં આવેલ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બાબુભાઇ જેબલીયા તેમજ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી ફલજીભાઈ ચૌધરીએ ટીમોનો જુસ્સો વધારેલ અરવલ્લી જિલ્લાની ટીમ ફાઇનલ કક્ષાએ જીતેલ તથા રાજકોટ ફર્સ્ટ રનર્સ અપ, પાટણ સેકન્ડ રનર્સ અપ રહેલ .

દરેક ખેલાડીને પ્રદેશ અધ્યક્ષશ્રી હિતેષભાઇ પટેલ દ્વારા સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરેલ .જયારે પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ પટેલે દરેક ખેલાડીને પાણીની બોટલ આપી જુસ્સો વધારેલ. ધારાસભ્ય ભગાભાઇ બારડ દ્વારા ફાઇનલ વિજેતા ટીમને રૂ.૧૧૦૦૦ તથા ફર્સ્ટ રનર્સ અપ ટીમને રૂ. ૫૧૦૦ પ્રોત્સાહન રકમ આપેલ પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ પટેલ દ્વારા પણ ફાઇનલ વિજેતા ટીમને રૂ.૧૧૦૦૦ ની પ્રોત્સાહન રાશિ આપેલ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી દ્વારા વિજેતા ટીમને વિધાનસભા સત્રમાં પ્રેક્ષક તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપેલ સમગ્ર પ્રતિયોગિતાનું સફળ સંચાલન પ્રદેશ મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરાજીએ કર્યું હતું પ્રદેશ કારોબારી સભ્ય શ્રી હર્ષદભાઈ પટેલે તેમની સંસ્થામાં સમગ્ર આયોજન કર્યું હતું

પ્રદેશ કિસાન મોરચાના હોદેદારો શ્રી પ્રકાશ પટેલ, ડી.ડી.ચુડાસમા, દીપકભાઈ પટેલ, વિજય કોરાટ, રાણસિંહ ગઢવી, સુરેશ વસરા, આશિષ દેસાઈ, નાગર જીડીયા, મહેશ દેસાઈ, વિપુલ બારોટ, સતીશ પટેલ, સહિતના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જયારે અમદાવાદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલે મેદાનની વ્યવસ્થા સંભાળી હતી. જયારે તીર્થધામ પ્રેરણાપીઠ ગુરુકુલ ખાતે કાર્યક્રમ સફળ બનાવવા હર્ષદભાઈ પટેલ દ્વારા આયોજન થયેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/