fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરની નદી બઝારના શોપિંગ માર્કેટ પર ઊભેલો વર્ષોથી બંધ પડેલા એ ટાવર નગરપાલિકા પુનઃ ચાલુ કરાવે એવી માંગ સોશિયલ મીડિયા પર થઈ રહી છે

જ્યારે સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાના પ્રયાસો ગતિમાન હોય તેવી વેળાએ સાવરકુંડલા શહેરની મધ્યમાં સૌને સૌનો સમય બતાવવા માટે સર્જાયેલ ટાવર અર્થાત ટાવર ઘડિયાળના એ થંભી ગયેલાં કાંટાને ફરી કાર્યાન્વિત ન કરી શકાય? એવો વેધક સવાલ આજરોજ સાવરકુંડલાના સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. હા, આ સવાલમાં સાવરકુંડલાના શહેરીજનોની એ દબાયેલી લાગણીઓ પણ કદાચ ફરી અંકૂરિત થતી હોય તેવું લાગે છે. સાવરકુંડલાના ઉત્સાહી નગરપાલિકાની સમગ્ર ટીમ આ સંદર્ભે કોઈ નિર્ણય લે અને ફરી એ ટાવરને પોતાના અસલી મિજાજ મુજબ રણકવાનો અવસર પ્રદાન કરે એવી લોકલાગણી પણ અભિવ્યક્ત થઈ.

વર્ષોથી ઘૂળ અને કાટ ખાઈ ગયેલા એ ટાવર ઘડિયાળને ફરી કોઈ નવજીવન આપે એવી આશા.. પ્રસ્તુત તસવીર સાવરકુંડલાની મધ્યમાથી પસાર થતાં અમરેલી મહુવા હાઈવે બાજુમાં શોપિંગ માર્કેટમાં ઉભેલા એ ખખડધજ હાલતમાં રહેલાં ટાવરની છે. સાવરકુંડલા નગરપાલિકા આ સંદર્ભ યોગ્ય તજજ્ઞના માર્ગદર્શન હેઠળ આ બંધ પડેલા ટાવરને ફરી ગુંજતો કરે એવી સોશિયલ મીડિયા પર દરખાસ્ત મૂકવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/