fbpx
અમરેલી

અમરેલી શહેરમાં ઘરફોડ તથા વાહન ચોરી કરનાર ઇસમને પકડી પાડી, ઘરફોડ તથાવાહન ચોરીના અનડીટેકટ ગુના ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

→ ગુન્હાની વિગતઃ-

(૧) ચંદુભાઈ ભીખાભાઈ રાખોલીયા, ઉ.વ.૫૧, રહે.અમરેલી, કેરીયા રોડ, સંસ્કાર રેસીડેન્સી તા.જિ.અમરેલી વાળા પોતાની દિકરીના લગ્નની તૈયારી સબબ પોતાના રહેણાંક મકાને તાળુ મારી, બહારગામ ગયેલ હોય, તે દરમિયાન તા.૨૨/૧૨/૨૦૨૩ ૬.૦૮/૦૦ થી તા.૨૫/૧૨/૨૦૨૩ નાં ક.૧૦/૦૦ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ રહેણાંક મકાનનું તાળુ તોડી, મકાનમાં પ્રવેશ કરી, રૂમમાં રાખેલ લોખંડની તીજોરીમાંથી રોકડા રૂ.૫૦,૦૦૦/- તથા સોનાનું મંગળસુત્ર કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે ચંદુભાઇએ અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરીયાદ આપતા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૧૦૧૩/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ.

(૨) ચીંતનભાઈ યોગેશભાઈ વ્યાસ, ઉ.વ.૨૮, રહે. અમરેલી, કેરીયા રોડ, રૂપસાગર સોસાયટી તા.જિ.અમરેલી વાળાનું હીરો કંપનીનું પેશન એકસ પ્રો. મોડલનું મોટર સાયકલ રજી.નં.જી.જે.૧૪.એ.સી.૫૬૮૫ કિ.રૂ.૩૫,૦૦૦/- નું ગઈ તા.૨૫/૧૨/૨૦૨૩ ની રાત્રીના પોતાના ઘર બહાર પાર્ક કરેલ હોય તેમજ તેની નજીકમાં રહેતા રાજેન્દ્રકુમાર શશીકાંતભાઈ જોષીનું હીરો કંપનીનું મોટર સાયકલ રજી. નં.જી.જે.૦૩. સી.કયુ.૨૭૯૧ કિ.રૂ.૨૫,૦૦૦/- નું પાર્ક કરેલ હોય જે બન્ને મોટર સાયકલ કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે ચીંતનભાઈ અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૭૨૩/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા મિલકત વિરુધ્ધના ગુનાઓ આચરતા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૦૧/૦૧/૨૦૨૪ નાં રોજ અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે શેડુભાર ગામ નજીકથી એક શંકાસ્પદ ઇસમને પકડી પાડી, મજકુર ઇસમની સઘન પુછ પરછ કરતા પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી ઉપરોકત ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગત:-

રાકેશ રેમસિંહ મોહનીયા (મુવેલ), ઉ.વ.૧૯, રહે.ઉદયગઢ, હટુ ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.શેડુભાર ગામની સીમ, તા.જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-

રોકડા રૂ.૨૩૦૦/- તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, કિ.રૂ.૫૦૦૦/- તથા એક હીરો કંપનીનું મોટર

સાયકલ રજી. નં.જી.જે.૦૩.સી.યુ.૨૭૯૧ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૩૦૦/- નો

મુદ્દામાલ.

→ પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-

પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં, પોતે તથા રમેશ, મહોબ્બત તથા રમેશના બન્ને સાઢુ સાથે મળી નીચે મુજબની ચોરીના ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે. (૧) ગઈ તા.૨૪/૧૨/૨૦૨૩ નાં રોજ અમરેલીમાં બે મકાનના દરવાજાના તાળા તોડી રોકડા રકમ રૂ.૫૦,૦૦૦/- તથા સોનાનું મંગળસુત્રની ચોરી કરેલ, જે અંગે ખરાઇ કરતા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૩૧૦૧૩ /૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે. (૨) ગઈ તા. ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ અમરેલીમાં સોસાયટી વિસ્તારમાંથી બે મોટર સાયકલની ચોરીઓ કરેલ, જે અંગે ખરાઈ કરતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૭૨૩/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો રજી. થયેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઈ. મહેશભાઈ સરવૈયા, ભગવાનભાઈ ભીલ તથા હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/