fbpx
અમરેલી

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચ્યો, પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સામાન્ય નાગરિકોના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું

વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ અન્વયે અમરેલીના ચાંદગઢ મુકામે સાંસદશ્રી નારણભાઈ કાછડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં

અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના ચાંદગઢ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિશ્વ એક કુટુંબધરતી આપણી માતાગ્લોબલ વોર્મિંગની માનવીય જીવન પર નકારાત્મક અસરો વિષયક જાગૃત્તિ માટે વસુધૈવ કુટુંબકમ” નાટ્યકૃત્તિ રજૂ કરી હતી. “મેરી કહાનીમેરી ઝુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાપ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

      નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએરુ.૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ચાંદગઢ ગ્રામ પંચાયતના અદ્યતન સુવિધાસભર નવા ભવનનું લોકાર્પણ કર્યું હતુ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કેઆ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ છેવાડાના ગરીબવંચિત લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે.

     ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કેકેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓએ દેશમાં વસતાં ગરીબ અને વંચિતોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરી છે. તેમણે ઉમેર્યુ કેનલ સે જલ યોજના થકી પીવાના શુદ્ધ પાણી ઘર ઘર સુધી પહોંચ્યા છે ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ગરીબ અને વંચિત તથા ઘરવિહોણા લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.

      ચાંદગઢ મુકામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયાતાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાનપરિયાજિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓચાંદગઢ ગ્રામ પંચાયત સરપંચશ્રીઅમરેલી તાલુકા મામલતદારશ્રી નિમાવતતાલુકા વિકાસ અધિકારીશ્રી પંડ્યાતલાટી મંત્રી શ્રી આરતીબા ગોહિલ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/