fbpx
અમરેલી

ડી. ડી. ગિરનાર દ્વારા નવા વર્ષના વધામણાનો કાર્યક્રમ

ડી. ડી. ગિરનાર દ્વારા નવા વર્ષને વધાવતો કાર્યક્રમ તા. ૨-૧-૨૦૨૪ ના રોજ અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં યોજાયો હતો. ‘કંકોત્રીથી કન્યાવિદાય’ કાર્યક્રમમાં લાગણીભીનાં લગ્નગીતોનો જાજરમાન જલસો ૫૦ કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં શ્રોતાઓ ગીતોના તાલે ઝૂમ્યા હતા. પ્રથમવાર લગ્નની દરેક વિધિ વિશે સુંદર સમજૂતી સાથે એના ગીત પ્રસ્તુત થયા હતા. કેન્દ્ર અધ્યક્ષ સત્યજીત દાસ, કાર્યક્રમ અધ્યક્ષ એન. આર. ડામોર અને આકાશવાણીના હેડ મૌલિન મુનશી અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.

જાણીતા દિગ્દર્શક હિમાંશુ મહેતાએ  કાર્યક્રમની  પરિકલ્પના અને નિર્માણ કર્યું હતું. સુપ્રસિદ્ધ સંગીતકાર  જીતીન-અમિતે સંગીત અને સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીએ સંચાલન કર્યું હતું. જાણીતા ગાયિકા ડૉ. કૃતિ મેઘનાથી, મૌરવી મુનશી, દક્ષાંત વૈષ્ણવ ઇત્યાદિ કલાકારોએ પ્રસ્તુતિ કરી હતી. યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વરસો જાહેર કર્યાની ખુશીમાં મોડી રાત સુધી ગુણિયલ ગરબાની રંગત અને સંગત જામી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/