fbpx
અમરેલી

ડિજિટલ ઇન્ડિયામાં ૭/૧૨ માટે ખેડૂત થયા હેરાન-પરેશાન -તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ભાજપના રાજમાં ડિજિટલ ઇન્ડિયાના બણગા ફૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે, છેલ્લા ૧૦ દિવસથી ખેડૂતો ૭/૧૨ તથા ૮-અ ઓનલાઇન કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ સર્વર ઠપ્પ હોવાથી ૭/૧૨ અને ૮-અ નીકળતા નથી, જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ખેડૂતોને ખેતીવાડીમાં નવું વીજ કનેક્શન તથા સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ફરજિયાત ૭/૧૨ તથા ૮-અ ની જરૂરિયાત રહે છે, જો સમયસર ૭/૧૨ અને ૮-અ ખેડૂતોને ઓનલાઇન ન મળે તો ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. ભાજપ સરકાર એક બાજુ ડિજિટલ ઇન્ડિયાના બણગા ફૂંકે છે અને બીજી બાજુ ખેડૂતો ૭/૧૨ અને ૮-અ માટે છેલ્લા ૧૦ દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોવાથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ ગુજરાતની ભાજપ સરકાર સામે પોતાનો આક્રોશ વ્યકત કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/