fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- મિલ્કતની ચોરી કરતા હોય, આવા મિલકત સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાં ચોરીઓના ગુનાઓ કરતા ઇસમ ચિરાગ કિશોરભાઈ પરમાર, ઉ.વ.૨૨, રહે.મોરબી, પંચાસર ચોકડી પાસે, તા.જિ.મોરબી, મુળ રહે.ખોખડદળ, તા.જિ.રાજકોટ વિરુધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.

લોકોની માલ – મિલકત જેના કારણે જોખમમાં મુકામ શકે તેવા ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચિરાગ કિશોરભાઈ પરમારને પાસા વોરંટની બજવણી કરી, જિલ્લા જેલ પાલનપુર, જિ.બનાસકાંઠા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

→ પાસા અટકાયતી ચિરાગ કિશોરભાઈ પરમારનો ગુનાહિત ઇતિહાસઃ-

(૧) દામનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૩૦૦૪૮/૨૦૨૩ IPC કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪

(૨) દામનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૩૦૦૫૧/૨૦૨૩ IPC કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪

(૩) લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૦૪૦/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

(૪) લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૦૪૧/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

(૫) ચોટીલા પો.સ્ટે. (જિ.સુરેન્દ્રનગર) ગુ.ર.નં. ૧૧૨૧૧૦૦૯૨૨૦૪૩૪/૨૦૨૨, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.

આમ, મિલકત સબંધી ગુનાઓ આચરતા અને આમ જનતાની માલ-મિલકત માટે જોખમરૂપ ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ સામે छे.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/