fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તા.૨૭/૧૨/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી સ્પે. ડ્રાઈવનું આયોજન કરી, નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૨૦૧૧૫/૨૦૨૨ આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૩૪, ૧૮૪ મુજબના ગુનોનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય, ટેકનીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે મજકુર આરોપીને ગઇ કાલ તા.૦૩/૦૧/૨૦૨૪ નાં રોજ પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગત:-

લખમણ ઉર્ફે લાખો રામલાલ મીણા, ઉ.વ.૩૩, રહે.સેમલોપ, તા.જિ.પ્રતાપગઢ (રાજસ્થાન)

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. જીગ્નેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/