fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ત્રિવિધ સંન્માન પર્વ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા શહેરમાં ગતરોજ અત્રે મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન ભૂતપૂર્વ ગૃહપતિઓનું સંન્માન, માતૃવંદના તથા  રઘુવંશી સમાજના જ્ઞાતિ રત્નોનું સંન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાવરકુંડલા રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓના હોદેદારો અમરેલી તેમજ ચલાલાના લોહાણા રઘુવંશી આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આમ ગણીએ તો સાવરકુંડલા શહેર  રઘુવંશી સમાજની બહોળી વસ્તી ધરાવે છે. જીવનના તમામ ક્ષેત્રોમાં રઘુવંશી સમાજ વિસ્તરેલો જોવા મળે છે.

ખાસ કરીને આ વિદ્યાર્થી ભવનમાં અભ્યાસ દરમિયાન નિવાસ કરી ગયેલ  અંદાજિત એકસો થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક જ પ્લેટફોર્મ પર એકત્રિત થઈ પોતાના ત્રણ  ત્રણ ગૃહપતિઓ(ભાઈલાલભાઈ કારીયા, ગુણવંતભાઈ ત્રિવેદી અને ઠકરાર સાહેબ) નું સંન્માન કરે એ ક્ષણ પણ ખરેખર અલભ્ય જ હતી.!!! સમગ્ર કાર્યક્રમનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.. સમારંભના મુખ્ય મહેમાન સ્થાને આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભીખુભાઈ કાકુભાઈ ગઢીયા રહ્યા હતાં.. ભૂતપૂર્વ વિદ્યાર્થી અગ્રણી નીતિનભાઈ ગણાત્રા અને સુરેશભાઈ ખીમાણી દ્વારા તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. એકંદરે ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય અને મંતવ્યો ડાયસ પરથી રજૂ કર્યા હતાં તો વળી આ સમારોહના મુખ્ય મહેમાન સ્થાને બિરાજતાં ભીખુભાઈ કાકુભાઈ ગઢીયાએ આ સમારંભની જ્વલંત સફળતા બદલ તમામ જ્ઞાતિબંધુ હોદેદારો પત્રકાર મિત્રોનો જાહેર આભાર માન્યો હતો તો ફરી પાછા આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સપરિવાર સ્નેહ મિલન ગોઠવાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ માટે પોતાના દ્રારા  તમામ પ્રકારનો સહયોગ આપવાની પ્રતિબધ્ધતા પણ દાખવી હતી અને ફરી પાછા મેનેજમેન્ટ કહેશે તો પોતે ભાવિ સંમેલનનું મુખ્ય મહેમાનપદ પણ  સ્વીકારશે એવી ખાતરી ઉચ્ચારી હતી.

એકંદરે અનેક સંસ્મરણોને સાથે મળીને હેતપ્રીતથી વાગોળવાનો અનોખો કાર્યક્રમ ખરેખર બિરદાવવા લાયક રહ્યો હતો. આ સમારંભમાં જ્ઞાતિ શિરમોર ચંદ્રેશભાઈ રવાણી તથા એ. ડી રૂપારેલ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા ન હતાં તેના વસવસા સાથે તેઓએ સમારંભની સફળતા માટે તમામને અભિનંદન સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. આ તકે ભગવાન શ્રી રામ, જલારામ બાપાના વારસાને સમૃધ્ધ કરવાનો એક અનોખો અવસર પ્રદાન થયો.. સમગ્ર શહેરમાં આ કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ ભારે પ્રશંસા થઈ રહી છે  અન્ય સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પણ એક પ્રેરણાદાયી બાબત ગણાય..ખાસકરીને સાંપ્રત સમયમાં જ્ઞાતિ વિદ્યાર્થી ભવનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન હોવાનો વિષય પણ ગહન ચિંતન અને ચિંતાનો વિષય ગણાય  એ સંદર્ભે પણ ફરી પાછું આ વિદ્યાર્થી ભવન રઘુવંશી સમાજના છાત્રોથી ગુંજતું કેમ થાય? તે અંગે પણ મનોમંથન કરવું જરૂરી તો છે. સમારંભની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામને ભાવપૂર્વક સ્વરૂચિ ભોજન પ્રસાદ માટે સસ્નેહ  વિનંતી પણ કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/