fbpx
અમરેલી

બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો

બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતોકાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો યુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી હાર્યા, પ્રજા હારી છે અમરેલી જિલ્લો હાર્યો છે. સરકારી ખર્ચે કાર્યક્રમો કરે છે પણ ગણ્યા-ગાઠા લોકો પણ સભામાં ભેગા થતાં નથી તે સરકારની નિષ્ફળતા છે, કોંગ્રેસની સરકાર ગામડાનાં સામાન્ય લોકોની ચિંતા કરતી હોય તેમ દાખલો આપી પુર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી ની આજે પુણ્યતિથિ છે તેમણે મધ્યાહન ભોજન યોજના દાખલ કરી ગરીબ પરિવારોના બાળકોને ભળવા પ્રોત્સાહિત કર્યા હતાં.

પુર્વ સાંસદ અને પુર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે લોકો ડર માંથી બહાર નિકળે, પંચાળ વિસ્તાર અને ગામડાઓના રસ્તાઓ માટે સતત ચિંતા કરી હતી તેવું વિરજીભાઈ બોલતા લોકોએ હાકલા-પડકારા સાથે વાતને સમર્થન આપ્યું હતુ. વિરજીભાઇએ જણાવ્યું હતું કે, મે મંજુર કરેલા રસ્તાનાં કામો આ સરકાર કરશે તો પણ બાબરાનો વિકાસ અનેરો હશે. બાબરા આજે આયુર્વેદિક નશીલા પીણાનું ગુજરાતમાં હબ બન્યું છે અને તેમાં ભાજપનાં આગેવાનો પાસા તળે પુરાયા છે. આવો કાર્યક્રમ હોવાના દિવસે પણ આજે નશીલા પદાર્થ પકડાયું છે તે ઉમદા ઉદાહરણ છે તેવો દાખલો આપી એક ઘાતકી રાજાએ પ્રજાને પાણી બંધ કર્યું ગટર બંધ કરી તો પણ કોઇ ફરીયાદ ન આવી છેવટે જંગલમાં જતાં-આવતાં લોકોને એક ધોકો મારવાનું ફરમાન છોડયું ત્યારે એક બુજુર્ગ વડીલે પેટીમાં ફરીયાદ નાખી રાજાએ દરબાર કરીને પેટી ખોલી તો ફરીયાદીએ ફરીયાદમાં એવું જણાવ્યું હતું કે, તમે એક ધોકો મારવાવાળો રાખ્યો છે તેનાં કારણે લાઇન લાંબી થાય છે. વહેલી સવારનાં ૪ વાગ્યા થી ૮ વાગ્યા સુધી ઉભું રહેવું પડે છે તો ધોકા વાળાની સંખ્યા વધારો, એવી પરિસ્થિતિ ઉભી છે ડરથી પ્રજાને બહાર નિકળવા હાંકલ કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓની સલામતી જોખમાઇ છે સંસદમાં અનામત બિલ પસાર કર્યું છે પણ અમલવારી કયારે? તેવો પ્રશ્નાર્થ સાથે ૩૫ વર્ષથી ગુજરાતની પ્રજા ભાજપને મત આપી સરકાર બેસાડી છે એ મારી બહેનોને ૧૨૦૦ નો બાટલો ખરીદવો પડે છે, રાજસ્થાનમાં ૪૫૦ કર્યા છે તો ગુજરાતની બહેનોનો શું વાંક છે? તેવા વૈધક સવાલ કર્યાં હતાં.

કાર્યકારી પ્રમુખ રૂત્વિકભાઇ મકવાણાએ મહાભારતનો દાખલો આપી પ્રજાને સહદેવ સાથે સરખાવી હતી પ્રજા જાણે છે બધું પણ ભીમ પુછે ત્યાં સુધી સહદેવ બોલશે નહી તેવી પરિસ્થિતિ પ્રજાની થઈ છે તેમ જણાવી પંચાળનાં ન્યાય માટે માત્ર બાબરા તાલુકાનાં પંચાળની નહી પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા સાથે આખા પંચાળનો સ્નેહ કાર્યક્રમ યોજાઇ તે માટે સુચન કર્યું હતું.

પ્રદેશ કોંગ્રેસ મહિલા ઉપપ્રમુખ ગાયત્રી બા વાઘેલા એ મહિલાઓને અનામત આપવાનું કામ રાજીવ ગાંધીએ કર્યું હતું અને શિક્ષણમાં લઈ જવાનું કામ પણ કોંગ્રેસ સરકારે કર્યું હતું હાલ શિક્ષણ ભાંગીને ભુકો થયું છે તે અંગે ભવિષ્યની ચિંતા કરી હતી.

ઠાકરશીભાઇ મેતલીયાએ સવારમાં ઉઠીને ખોટું બોલતા લોકોને કાઢવા પ્રજાને જાગૃત થવા હાંકલ કરી હતી હવે તમે જાગો નહિંતર તમારું ભવિષ્ય અંધકારમય છે તમે જાગશો તો મને સરકાર જોવા મળશે તેવી હાંકલ કરી હતી. વિશાળ સંખ્યામાં જનમેદની જોતા ચુટાયેલા પ્રતિનિધિઓ ઉપર લોકોનો

રોષ ભયંકર હોય તેવું સભામાં જણાતું હતું.

આજનાં આ પંચાળ સ્નેહ સંવાદ કાર્યક્રમમાં પ્રતાપભાઇ દુધાત,  વિરજીભાઇ ઠુંમર, 

ગાયત્રી બા વાઘેલા, જેનીબેન ઠુંમર, રૂત્વિકભાઇ મકવાણા,  ઠાકરશીભાઇ મેતલીયા, 

રમેશભાઈ ગોહિલ, ધીરૂભાઇ વાહાણી, નરેશભાઇ અધ્યારૂ,  આંબાભાઇ કાકડીયા,જઇતુભાઈ વાળા, શાર્દુળભાઇ ડેર,  અનકભાઈ વાળા,  અશોકભાઇ ચાવડા,  ઘનશ્યામભાઇ શાકુંળભાઇ  લખુભાઇ બસીયા,  કુલદીપભાઇ બસીયા, દિલીપભાઇ સનુરા દેવળીયા,  પરેશભાઇ ભાલીયા કિશોરભાઇ દેથળીયા, જસમતભાઇ ચોવટીયા, મુકેશભાઇ ભાલીયા,  વીનુભાઇ ચોવટીયા,  બિપીનભાઇ વસાણી,  ભુપતભાઇ વાવડીયા,  કાનભાઇ શેખ,  અશોકભાઇ વાજા,  વિનુભાઇ ઝાપડીયા,  વિજયભાઇ ઝાપડીયા,  શિલ્પાબેન ઝાપડીયા,  બી.બી.હિરપરા, ભુપતભાઇ, 

બિપીનભાઇ ખાચર,  ભોજરાજભાઇ કોઠીવાળ,  નિરૂબેન કોઠીવાળ,  ઉકાભાઇ ગોલાણી, 

હરેશભાઇ મેવાડા,  સનાભાઇ નિલવડા,  વાઘાભાઇ ઘોરકડ, વલ્લભભાઇ બારૈયા,  જયુભાઇ ઠુંમર કાંતીભાઇ પનાળીયામ ધનજીભાઇ મકવાણા, ભરતભાઇ ડાંગર સહિત તાલુકા પંચાયત સભ્ય પુર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં હોદેદારો, નગર પંચાયતના સદસ્યશ્રીઓ મહિલા આગેવાનો આ

કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતો. આ કાર્યક્રમનું સંચાલન શ્રી વિનુભાઇ ઝાપડીયા, શ્રી વિજયભાઇ

ઝાપડીયા,ભોજરાજભાઈ કોઠીવાળા અને બિપીનભાઇ ખાચર એ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/