fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજ ખાતે SEBI-NISMનો બે દિવસીય વર્કશોપ અને સેમિનાર સંપન્ન થયા

સાવરકુંડલા શહેરમા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ & એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૦૯-૦૧-૨૦૨૪  અને તા. ૧૦-૦૧-૨૦૨૪ના રોજ બી.કોમ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય વર્કશોપ અને બી.એ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે એક સેમીનાર યોજવામાં આવેલ કાણકિયા કોલેજ મા SEBI (Security & Exchange Board of India) તથા NISM (National Institute of Security Market) દ્વારા સમાજના જુદા જુદા વર્ગોના લોકો વધુને વધુ બચત કરવા પ્રેરાય અને રોકાણકાર તરીકે તેમના હિતોનું રક્ષણ થાય તેમજ પોતાની બચતનું ઉત્તમ રોકાણ કરીને મહત્તમ વળતર મેળવે અને કોઈ છેતરપીંડીનો ભોગ ના બને અને કોઈ પ્રલોભન કે લોભ લાલચના પરિણામે પોતાની મરણમૂડી કે પરસેવાની કમાણી ગુમાવે નહિ તેવા આશય થી વિધ્યાર્થીને પ્રશિક્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે તેના ભાગરૂપે આ વર્કશોપ અને સેમીનારનું આયોજન થયેલ.

ઉદ્ઘાટન સત્રમાં કોલેજના પ્રિ.ડૉ. એસ. સી. રવિયા સાહેબ દ્વારા આ કાર્યક્રમોની મહત્તા વિષે વિદ્યાર્થીઓનું પથદર્શન કરેલ અને મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવેલ અને પ્રિન્સીપાલશ્રીએ છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ખાતરી આપી કે હજુ પણ આવા મૂલ્યવર્ધન થાય અને સર્વગ્રાહી વિકાસ થાય તેવા અનેક પ્રકલ્પો આગામી સમયમાં યોજાશે અને વિદ્યાથીઓને તેનો મહતમ લાભ મળશે. આ વર્કશોપ અને સેમીનાર પ્રશિક્ષણ માટે SEBI તથા NISMના SMART ટ્રેનર ડૉ. વૈભવ પુરાણીક તથા ડૉ. અપર્ણાબેન પુરાણીક રાજકોટ થી પધારેલ. અને વિદ્યાર્થીઓને SEBI ની સ્થાપનાથી શરુ કરીને વર્તમાન સમયના રોકાણકારો, સિક્યુરીટી માર્કેટ, બન્કીંગ, ફાઈનાન્સ,શેર બજારવિષે ની માહિતી, મ્યુચલ ફંડ, વગેરે ઘણા મુદ્દાઓ પર માર્ગદર્શન કરવા માં આવ્યું અને PRACTICAL સેશન દ્વારા વિદ્યાર્થીઓને LIVE SHARE MARKET નો અનુભવ કરાવ્યો.

વર્કશોપની શરુઆતમાં PRE QUIZ તેમજ અંતમાં POST QUIZ પણ ઓનલાઈન રમાડવામાં આવેલ.આજના સમયની માંગને ધ્યાનમાં લઇને એકાઉન્ટીંગ તથા કરવેરા સલાહ્કાર તરીકેનો વ્યવસાય ખુબ વિકસ્યો છે તેવી જ રીતે ચોક્કસ ફી લઇ ને લોકોના નાણાનું આયોજન કરી આપવાનો એક વ્યવસાય ઉભરી આવ્યો છે. વધુ ને વધુ વિદ્યાર્થીઓ પોતાના માતાપિતાની બચતનું આયોજન કરી શકે ઉપરાંત પોતાના સગાવ્હાલા કે મિત્રોના નાણાનું વ્યવસ્થિત આયોજન કરી શકે અને આવી આવડતને વધુ ને વધુ વિકસાવીને આવક ઉપાર્જનના સાધન તરીકે પણ વિકસાવી શકે છે, જે મૂળભૂત હેતુને ધ્યાનમાં રાખીને આ બંને કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન થયેલ. 

બંને કાર્યક્રમોનું સંચાલન કોમર્સ વિભાગના અધ્યાપક ડૉ.હરેશ દેસરાણી દ્વારા કરવામાં આવ્યું. કોલેજના અન્ય અધ્યાપકશ્રીઓ ડૉ. ભટ્ટસાહેબ, ડૉ. વરુસાહેબ, ડૉ. પુષ્પાબેન, ડૉ. પટોળીયાસાહેબ, પ્રો. રીન્કુબહેન, પ્રો. પાર્થભાઈ ગેડિયા,પ્રો.હૈદરખાન, પ્રો. વીપુલભાઈએ તથા જીગ્નેશભાઈએ  બંને કાર્યક્રમોને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/