fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં જામતો રામમય માહોલ. હિતેશભાઈ રાવળે તો આ દિવસને પતંગોત્સવ દિવસ તરીકે પણ ઉજવવાનું નક્કી કર્યું. 

સાવરકુંડલા શહેરમાં જામતો રામમય માહોલ. આમ તો સાવરકુંડલામાં દર વર્ષે રામનવમી ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવાય છે. અને સાવરકુંડલા શહેરની ગણના  એક ધર્મપ્રેમી શહેરની નગરીમાં થતી જોવા મળે છે..ત્યારે હજુ તો અયોધ્યા ખાતે રામલ્લાના મંદિર ખાતે ભગવાન શ્રી રામજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તો તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ છે એ પહેલાં જ સાવરકુંડલાની ધર્મપ્રેમી લોકોમાં હરખની હેલી જોવા મળે છે.

સાવરકુંડલા હાથસણી રોડ પર હાલ પતંગ અને દોરાના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશભાઈ રમેશભાઈ રાવળે એક સાક્ષાત્કાર દરમિયાન જણાવ્યું હતું ભગવાન શ્રી રામલ્લાના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તો અયોધ્યા ખાતે થશે ત્યારે પોતે પણ આ ઘડીને   ઉત્તરાયણ, દિવાળી અને ધૂળેટી પર્વ ગણીને પતંગોત્સવ મનાવશે ઘરે દીપમાળા સાથે રંગબેરંગી રોશની સાથે રંગોત્સવની ઉજવણી ફટાકડા ફોડીને કરશે. . . આમ ગણીએ તો રામમંદિર એ એક નવા વિચારોન્મેશ તરફનો પ્રારંભ ગણી શકાય. લોકો તેને  એક નવા યુગના પ્રારંભની પળ તરીકે મૂલવતાં જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/