fbpx
અમરેલી

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાબરા મુકામે થશે

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી,૧૪ ‘પ્રજાસત્તાક પર્વ’ જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાબરા સ્થિત કમળશી હાઈસ્કુલ ખાતે હર્ષોલ્લાસ સાથે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  જિલ્લા કલેક્ટરશ્રીએ સરકારી ઈમારતોની રોશની, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફ્ટી અને ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે અગત્યની સૂચનાઓ આપી હતી અને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. 

નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપ સિંહ ગોહિલ દ્વારા વિવિધ સંબંધિત અધિકારીશ્રીઓને કાર્યક્રમની ભવ્ય ઉજવણીને લઈ જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં  વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવશે. બાબરા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃત્તિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ  પરેડનું આયોજન કરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, લાઠી બાબરા પ્રાંત અધિકારીશ્રી, બાબરા તાલુકા મામલતદારશ્રી સહિતના અધિકારીશ્રી- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/