fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં ગોલ્ડ જ્વેલરી માટે સુપ્રસિદ્ધ શો રૂમ સોનિક ફાઉન્ડેશન દ્વારા આજે ઉતરાયણના મહા પર્વ નિમિત્તે શહેરના છેવાડાના વિસ્તારોમાં જઇને એ નાના ભૂલકાઓના ચહેરા પર સ્મિત લાવવા માટેનો નમ્ર પ્રયાસ. 

સાવરકુંડલા શહેરમાં જ્વેલરી અને ગોલ્ડ ક્ષેત્રે અનોખી ચાહના અને નામના ધરાવતાં સોનિક ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોના ચહેરા પર ખુશીની એક ઝલક મેળવવાનો નમ્ર પ્રયાસ. સોનિક ફાઉન્ડેશન દ્વારા સતત ત્રણ વર્ષથી ચાલતા સેવા યજ્ઞમાં આજે ઉતરાયણના પવિત્ર દિવસે સાવરકુંડલાના છેવડાના વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોના બાળકોને આજના દિવસે મમરાના લાડવા,તલની ચિક્કી,ડાળીયાના લાડું વગેરેનુ વિતરણ કરવામાં આવ્યું. હિંગુ પરીવારના પરેશભાઈ, કેતનભાઈ, સુનીલભાઈ તથા બાળકો સાથે સાવરકુંડલાના પ્રતિષ્ઠિત શિક્ષક કિરીટભાઈ હીંગુ,એડવોકેટ સજુભાઈ ખુમાણ, લાલજીભાઈ ડાભી, વિશાલ ડાભી, દિનેશભાઈ વાઘેલા રાણીગામ વાળા હિતેષ સરૈયા, વકીલ અશોકભાઈ સોસા, કરશનભાઈ ડોબરીયા, મયુરભાઈ વાઘેલા, ભાવિકભાઈ મકીમ. ભરખડા પ્રભુભાઈ, દિવ્યેશભાઈ સંઘાણી, કમલભાઈ શેલાર, દવે મુકેશભાઈ, ગેડીયા જીગ્નેશભાઈ, સાવકા મયુરભાઈ, દોશી ભાવેશભાઈ વગેરે આ સરાહનીય સેવાકીય કાર્યની  વિતરણ વ્યવસ્થામાં સાથે જોડાયા હતાં . આમ તો મકરસંક્રાંતિ એટલે જ દાન પૂણ્ય કરવાનો રૂડો અવસર. આ સોનેરી શુભ અવસરે કરેલું દાન પૂણ્ય હમેશા દીપી ઊઠે છે. અને ઉપસ્થિત તમામ દ્વારા સમગ્ર હીંગુ પરિવારના આવા સેવાકીય કાર્ય કરવા બદલ અભિનંદન સાથે ઈશ્ર્વર તેમના હસ્તે આવી માનવસેવાની પ્રવૃત્તિઓ સદાય થતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી તેમ સામાજિક આગેવાન જગદીશ ઠાકોરની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/