fbpx
અમરેલી

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજનાનો વાર્ષિક કેમ્પ સમ્પન્ન થયો…..

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજની વાર્ષિક શિબિર સાવરકુંડલા તાલુકાના ધાર ગામે તા.૭/૧/૨૦૨૪ થી તા.૧૩/૧/૨૦૨૪ દરમિયાન યોજાઈ ગઈ.જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ તા.૮/૧/૨૦૨૪ ના રોજ ધાર ગામના રામદેવપીર આશ્રમના મહંત શ્રી ગણપતદાસ બાપુના અધ્યક્ષ સ્થાને,નૂતન કેળવણી મંડળના મહાનુભાવોની ઉપસ્થિતિમાં, કોલેજના આચાર્ય અને સ્ટાફ મિત્રોની હાજરીમાં ઉજવાયો…. શિબિરમાં સાત દિવસ દરમિયાન વહેલી સવારે પ્રભાત- ફેરીમાં પ્રભાતિયાં, ભજનો અને  ધૂનની સંગીતમય રમઝટ થતી,ત્યારબાદ ૮ થી ૧ વાગ્યા દરમિયાન ગામ, શાળા ,બસ સ્ટેન્ડ,મંદિરો વગેરેને સ્વચ્છ કર્યાં,ત્યારબાદ બહેનો દ્વારા બનાવેલ સ્વાદિષ્ટ ભોજન પીરસાતું, બપોરે ત્રણ થી પાંચ વિવિધ પ્રવૃત્તિઓ થતી

જેમાં જ્ઞાન સત્રમાં ધૃવદાસજી બાપુનું ભારતીય સંસ્કૃતિ અને જીવન પર વ્યાખ્યાન,આચાર્ય ધર્મેન્દ્રભાઈ કનાલા દ્વારા યુવાનો ખુલી આંખે સ્વપ્ન જોઈ…ધ્યેય અને સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરે તે અંગે માર્ગદર્શક વિચારો રજૂ કર્યાં,પ્રા.ખુશ્બુબેન બગડાએ પણ માર્ગદર્શન આપ્યું, સાથે સાથે મહેંદી,વેસ્ટમાંથી બેસ્ટ,સર્જનાત્મક કારીગરી,રંગોળી જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરેલું જેથી બહેનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ખીલવી શકાય,રોજ રાત્રે હળવો મનોરંજન કાર્યક્રમ પણ યોજાતો, તથા તા.૧૨/૧/૨૪ ના રોજ રાત્રે ધાર ગામના ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શિબિરાર્થી બહેનો અને ધાર ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા થયું જેમાં સ્તુતિ નૃત્ય,રાસ-ગરબા, ગ્રુપ ડાન્સ, રાધાકૃષ્ણ નૃત્ય, એક પાત્રીય અભિનય, શાળા ના બાળકો દ્વારા સુંદર નૃત્યો વગેરે મળી લગભગ ૧૨ જેટલી કૃતિઓની પ્રસ્તુતિ થઈ,

ગામની શાળામાં સફાઈની સાથે સાથે બાળકોને લીંબુ ચમચી, ફુગ્ગાની રમતો, સંગીત ખુરશી રમાડી ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં ,તા.૧૩/૧/૨૪ ને શનિવારના રોજ કેમ્પની પુર્ણાહુતિ પ્રસંગે સ્ટાફ મિત્રો પ્રા. છાયાબેન શાહ, નિવૃત્ત પ્રોફેસર આર. કે. કુરેશી સર ઉપસ્થિત રહ્યાં હતાં,  કુરેશી સાહેબે યોગ,પ્રાણાયામ અને વ્યાયામનું જીવનમાં મહત્વ સમજાવી પ્રેક્ટીકલ કરાવેલ હતું. શિબિરની તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન અને સંચાલન શિબિરાર્થી બહેનો દ્વારા જ કરવામાં આવતું હતું,ને “NOT ME BUT YOU”ના સૂત્ર ને સાર્થક કરેલ હતું. …પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે સમગ્ર કેમ્પ સફળ રીતે સંપન્ન થયેલ હતો, જેમાં કોલેજના આચાર્ય  ડી.એલ.ચાવડા સાહેબનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. સમગ્ર વાર્ષિક શિબિરના આયોજનમાં પ્રો.ઓ.ડૉ. હરિતા જોશી તથા કેમ્પ કો-ઓર્ડીનેટર ડો. કે. પી.વાળા, પ્રા.ખુશ્બુ બગડા, ક્લાર્ક  વિપુલભાઈ ત્રિવેદી,સેવક અંતુભાઈ બગડા વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી. દરેક સમયે સ્ટાફ મિત્રોનો પણ પૂર્ણ સહકાર પ્રાપ્ત થયેલ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/