fbpx
અમરેલી

શેરી વળાવી સજજ કરું ઘરે આવોને એવા ભાવ સાથે સાવરકુંડલા શહેરના ગુરૂકૂળ સંસ્થાના સંતો સમેત સમગ્ર ગુરૂકૂળ પરિવાર, રાજકીય અગ્રણીઓ સ્વચ્છતા ઝૂંબેશ માટે શજજ 

સાવરકુંડલામાં શિક્ષણ ક્ષેત્રે અનોખી પહેચાન ધરાવતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા આજરોજ આવતીકાલે નીકળી રહેલી ભગવાન શ્રી રામલલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિમિત્તે સ્વચ્છતા અભિયાન ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ.  આવું દ્રશ્ય  અને આવો રૂડો અવસર કદાચ ફરી જોવા ન મળે.. ફિર યે સમા કલ હો ન હો.. સ્વચ્છતા એ જ પ્રભુતા.. અરે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાતો હોય ત્યારે આપડું સાવરકુંડલા કેમ પાછળ રહે??

આવતીકાલે સવારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા જ્યારે ભગવાન શ્રી રામલલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળવાની હોય ત્યારે જે રસ્તા પર આ શોભાયાત્રા નીકળે એ સંપૂર્ણ સ્વચ્છ હોય એવા ભાવ સાથે સાવરકુંડલા ગુરૂકૂળ પરિવાર સંતો સમેત આજે સ્વચ્છતા ઝૂંબેશમાં નીકળી પડ્યા છે. આવુ વિરલ અને અદ્ભુત દ્રશ્ય જોઈને હૈયું પણ બોલી ઉઠે..

હવે રામરાજ્ય અવશ્ય સ્થપાશે. સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત અયોધ્યામાં શ્રી રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા શહેર સફાઈ અભિયાન ગુરુકુળ સંસ્થાના વડા પૂજ્ય ભગવત સ્વામીજી, સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી કોઠારી સ્વામી અક્ષર મૂક્ત સ્વામીના વડપણ હેઠળ સાવરકુંડલા, લીલીયાનાં ઉત્સાહી કાર્યશીલ ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાનાં  માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ બનાવવા જન જાગૃતિ અભિયાનમાં સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારતનાં બુલંદ અવાજ સાથે ગુરુકુલનાં સંતો, રાજકિય અગ્રણીઓ, ગુરુકુળનાં તમામ શિક્ષકશ્રીઓ, વિધાર્થીઓ, સાવરકુંડલા નગર પાલિકા પ્રમુખ  મેહૂલભાઇ ત્રિવેદી, પ્રતિકભાઈ નાકરાણી, પ્રવીણભાઈ સાવજ, ભાજપ પ્રમુખ જીવનભાઇ વેકરિયા સાથે રહી ગુરૂકુળનાં ભવ્ય પટાંગણથી શરૂ કરી , ઉતાવળા હનુમાન, મહાકાળી ચોક, મેલડી ચોક, દેવળા ગેઇટ, ગાંધી ચોક, નાવલી મેઈન બજાર, રિદ્ધિ સિદ્ધિ ચોક, મણીભાઈ ચોક, જે. વી. મોદી હાઈસ્કૂલ  થઇ ગુરુકુળ સુધી સફાઇ અભિયાન કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/