fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના હાથસણી રોડને શણગારવા માટે અજબ સંયોગ રચાયો. ભાજપ કોંગ્રેસના કાર્યકરો બંનેના સહયોગથી  આ રોડને આકર્ષક લાઈટીંગથી શણગારવામાં આવ્યો 

સાવરકુંડલા શહેર પણ હવે અયોધ્યાની માફક શણગાર સજીને સજજ થઈ રહ્યું છે ત્યારે સાવરકુંડલા હાથસણી રોડ પર અજબ સંયોગ રચાયો. અહીં પક્ષાપક્ષીથી પર રહીને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના કાર્યકરોના સહયોગથી રામ કાજે આ રોડને અયોધ્યાની માફક શણગારતાં જાણે સાવરકુંડલા ખરા અર્થમાં રામમય થઈ રહ્યું છે તેની પ્રતીતિ ગતરોજ સાવરકુંડલાના હાથસણી રોડ ખાતે જીગ્નેશભાઈ ભરાડ અને અશોકભાઈ ખુમાણ દ્વારા તથા રામદેવસિંહ ગોહિલ અને પ્રવીણભાઈ કોટીલાના સહયોગથી હાથસણી રોડને પણ અયોધ્યાની માફક શણગારવામાં આવ્યો..

એક વાત સ્પષ્ટ છે કે રામરાજ્યની ભાવના પણ ખરા અર્થમાં પક્ષાપક્ષીથી પર રહીને એક સૂરે સનાતન પરંપરાને નિભાવતા આવા દ્રશ્યો જવલ્લે જ જોવા મળે છે. એક તો સમગ્ર સાવરકુંડલા શહેરને   ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર સાવરકુંડલાને અનોખી રીતે શણગારીને આ ઉત્સવને એક યાદગાર અનુભવ બનાવવા સ્વયંભૂ લોકજુવાળ જાગૃત થયો હોત ત્યારે . બસ આ રામનું કાજ છે એ ન્યાયે અહીં હાથસણી રોડ ખાતે પણ ગતરોજ સાંજના સમયે રાજકીય વિચારધારાને એકબાજુ રાખીને રામનામ અને રામકાજ નિમિત્ત બને છે.. ટૂંકમાં વાત કરીએ તો જિગ્નેશભાઈ ભરાડ અને અશોકભાઈ ખુમાણ કોંગ્રેસ પક્ષના કાર્યકર છે જ્યારે પ્રવિણભાઈ કોટીલા અને રામદેવસિંહ ગોહિલ બંને ભાજપના કાર્યકરો છે. પરંતુ રામનામ કાજે જ્યારે શહેરને શણગારવાની વાત હોય અને એ પણ રામ કાજે એટલે બધુ એક બાજુ રાખીને રામકાજે પ્રભુ શ્રી રામના નામે હાથસણી રોડને આકર્ષક લાઈટીંગથી  શણગારવામાં બંનેનું યોગદાન રહ્યું. .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/