fbpx
અમરેલી

સાવરકુંડલમાં ગુરૂકૂળ દ્વારા ઈતિહાસ રચાયો એક જ દિવસમાં બે બે ભવ્ય કાર્યક્રમો યોજાયા. 

સાવરકુંડલા શહેરમાં ગતરોજ શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં ગતરોજ બે બે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતાં.. પેલો કાર્યક્રમ સવારે ભગવાન શ્રી રામલલ્લાની સમગ્ર શહેરની ભવ્યાતિભવ્ય નગરયાત્રા યોજાઈ.. તો રાત્રિ સમયે ગુરૂકૂળનાં પ્રાંગણમાં જ એક સાથે ૩૦૦૦ દીપ પ્રગટાવીને વાતાવરણ દિવ્ય બનાવ્યું.. આ દીપ પ્રાગટયની વિશેષતા એ હતી કે એ ત્રણ હજાર દીપ એવી રીતે પ્રગટાવવામાં આવ્યા કે પ્રથમ દ્રષ્ટિએ જ ભગવાન શ્રી રામનું નામ અને એ દિવ્ય ઝાંખી ખરેખર અદભુત અને અલૌકિક આનંદ પ્રદાન કરનાર હતું. આ દીપ પ્રાગટય માટે સાવરકુંડલા ગુરૂકૂળ સંસ્થાના વડા  ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીજી સહિતના સંતોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ અદભૂત નયનરમ્ય મનને પ્રસન્ન કરનાર દીપ દર્શન માટે સાવરકુંડલા શહેરના બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણ હજાર દીવડાઓથી રચાયેલી ભગવાન શ્રી રામજીના નામની સંતો, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, તથા ભાજપની ટીમ સમેત શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ ખૂબ જ ભાવપૂર્ણ વાતાવરણમાં આરતી ઉતારી  હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/