fbpx
અમરેલી

ગુજરાત ફાઇલ્સ અંગે ૨0૧૯-૨૧ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) રીપોર્ટ પ્રસિધ્ધ થયો છે ભારત સરકારનાં જે આંકડાઓ રજુ કર્યા હતાં તે ગુજરાત ફાઇલ્સની આ પરિસ્થિતિ છે: પુર્વ સાંસદ ઠુંમર

પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત સરકાર તરફથી રજુ થયેલા (NFHS) નાં આકડા પ્રમાણે બંગાળ, બિહાર, કાશ્મીર, કેરલા, ઉત્તર પ્રદેશ કરતા પણ ગુજરાત પાછળ ધકેલાયાનો અહેસાસ ભારત સરકારના આકડા હોય તેવો થઈ રહ્યો છે. કાશ્મીર અને કેરલા ફાઇલ્સને ભારત સરકારની જુદી-જુદી સંસ્થાઓએ પ્રોપેગંન્ડા ગણાવ્યો છે તે તથ્ય હિન છે. ગુજરાતમાં થયેલી ૩0 વર્ષની નબળી કામગીરી સબંધે લોકો સમક્ષ જયારે ખરી વાસ્તવિકતા આવી રહી છે ત્યારે તેમની નિષ્ફળતાને દબાવવા કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર નતનવા ધાર્મિક ઉન્માદો અને ઇવેન્ટો યોજીને ગુજરાતની જનતાને મુર્ખ બનાવી રહી છે. દેશની ૧૪૨ કરોડ પૈકી ૮૨ કરોડ જનતા ૫ કિલો રેશનીંગ ઉપર ચાલી રહી છે જે ટકાવારીની દ્રષ્ટીએ ૫૭ % થાય છે. પ કિલો રેશનીંગનું ગાજર આપીને કોમવાદી અંધ ધાર્મિકતા અને નકલી વિકાસની ગુલબાંગો ફુકી લોકોને અંધકારની ગર્તામાં ધકેલીને ઉત્સવો અને ભવાઇ વેશો યોજી આમ પ્રજાને દુ:ખ દર્દમાં વધારો કરવાનું ઘોર પાપ ભાજપ સરકાર કરી રહી છે.

ગુજરાતની જનતાની વાત કરીએ તો ૯% લોકો ગરીબી રેખા નીચે જીવી રહી છે અને ૫ કિલો રેશનીંગ માટે લાઇનમાં ઉભી રહે છે. સમગ્ર રાજયમાં બેકારી, બેરોજગારી અને ખેડુતો, નાના વેપારીઓ-ધંધાર્થીઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે પરંતુ રાજય સરકાર તાઇફાઓ યોજી તેમના કાર્યકરોને તાઇફાઓ યોજીને લોકોને ધર્મના નામે લુંટવાનો પીળો પરવાનો આપી રહી છે. રાજયમાં ૩૮ % થી વધારે લોકો કુપોષણનો શિકાર બની ગઈ છે, ૬.૫ % લોકો અત્યંત ગરીબી રેખા નીચે ધકેલાઇ ગયા છે, મત મેળવવાની લ્હાઇમાં ગુજરાતને ૩0 વર્ષથી અન્યાય કરીને અન્ય રાજ્યોમાં પોતાની જયાં સરકાર છે ત્યાં રસોઇ ગેસ અને અન્ય સવલતો અત્યંત સસ્તા ભાવે આપી ગુજરાતનું લોહી ચુસી રહી છે.

૧૬ % યુવાનો રોજગાર માટે ગુજરાતમાં લાઇનમાં ઉભા રહ્યા છે, મોંઘી શિક્ષણ વ્યવસ્થા અને પ્રાઇવેટ સ્કુલો,શાળાઓ અને કોલેજોના હાટડા ખોલીને શિક્ષણ માફીયાઓને લુટવાનો ખુલ્લો પરવાનો આપી યુવાનોને ધાર્મિક અંધતામાં ધકેલી તેમનું અને તેમના પરિવારનું ભવિષ્ય અધોગતિની ગર્તામાં ધકેલી ચુકી છે. મેટ્રો પોલીટીન સીટીમાં ૧૪ % લોકો કુપોષણનો શિકાર બની ચુકયા છે અને ગ્રામિણ વિસ્તારમાં ૪૪ % લોકો કુપોષણનો શિકાર બની ચુકયા છે. રાજયની માળખાકીય વિકાસીય સુવિધાઓ કાગળ પર સુંદર ચિત્રીને દેશ અને રાજયને દેવામાં ડુબાડવાનું અઘોર પાપ કરી રહી છે. માત્ર એક દિવસનાં રામ મંદિરના ઇવેન્ટમાં રાજયમાં ગોદી મીડિયા અને સંઘીય વિચારધારા સાથે સંકળાયેલા મોટા ઉદ્યોગપતિઓ અને સત્તાનો લાભ લઈ પ્રજાનું લોહી ચુસીને ક્રાઇમ રેટ વધારી રહેલા માફિયાઓને હવાલે ગુજરાતને મુકી દીધું છે અને લોકોને દાળ-રોટી માંગવા માટે મજબુર કરી રહ્યા છે,

આવા રામ રાજયની કલ્પના માત્ર ભાજપ જ કરી શકે. આપણી ધાર્મિક સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામ સેતુ બંધ પાર કરવા માટે પુલનું નિર્માણ કરવા માટે હનુમાનજીએ રામ નામનાં પથ્થરોનો ઉપયોગ કરીને રાવણ વૃતિનો નાશ કર્યો છે જે જગપ્રસિધ્ધ છે ત્યારે આ આધુનિકયુગમાં અંધ શ્રધ્ધા ફેલાવનારા દંભી રાજકીય રામ ભકતો આરાધ્ય દેવ રામના નામનો ગેરઉપયોગ કરી ભુમાફિયાઓ,બળાત્કારીઓ, ગુંડાઓ, અરાજકતા ફેલાવનારાઓ અને આર્થિક પાયમાલીને નોતરનારાઓને પોષવાનું ઘોર પાપ કરી રામ નામનો અનાદર કરી રહ્યા છે જે દુ:ખ અને શરમની બાબત છે. ગુજરાતમાં ૩0 વર્ષથી ચાચડની જેમ લોહી ચુસનારા ભાજપી શાસકો ગાંધીના ગુજરાતને ગોડસેનાં ગુજરાતનું મોડલ બનાવી દારૂઓના હાટડા ખોલી નદીઓ વહેડાવવાનું દુશ પાપ ભાજપ કરી ચુકી છે

ત્યારે ગુજરાતની શાંતિપ્રીય પ્રજા અને ગાંધી વિચાર સરણી સાથે ઉછરેલી સંસ્કૃતિને નષ્ટ કરવાનું ઘોર પાપ ભાજપ કરીને દેશને અને ગુજરાતને પાયમાલીમાં ધકેલી રહ્યું છે અને આ બાબતે શરમનો છાટો પણ તેમના માનસમાં દેખાતો નથી તે ઘણી શરમજનક બાબત છે. કેરળ અને કાશ્મીર ફાઇલ્સની ખોટી વાતો કરનારી આ અંધ ભાજપી શાસકોએ ગુજરાત ફાઇલને દબાવીને ગુજરાતમાં સામાજીક માળખા અને વિકાસનાં મોડલને નષ્ટ કરવાનું ઘોર પાપ કર્યું છે. એક અબળા નારી પર સામુહિક બળાત્કાર થાય તેમના ગર્ભ ને નષ્ટ કરવામાં આવે અને તેમના આરોપીઓને છોડાવવા માટે કાયદાઓના ખોટા અર્થઘટન કરી આરોપીઓને છોડાવી તેમનું શાહી સ્વાગત કરવામાં જરાઇ શરમ અનુભવી નથી રહ્યા ત્યારે આવા આરોપીઓ દ્વારા અધમકૃત્યો કાલ સવારે અન્ય ગુજરાતીઓ પર થઈ શકે ત્યારે આપણે મૌન રહી જોવું પડશે તેવો દિવસ દૂર નથી તેમશ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/