fbpx
અમરેલી

દામાણી હાઈસ્કૂલમાં સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

અમરેલી જિલ્લાના પનોતા પુત્ર રાજ્ય સભાના સાંસદ અને ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર પરષોત્તમભાઈ રૂપાલાના માર્ગદર્શનમાં ગ્રામ્ય કક્ષાએ સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાના ઉમદા હેતુને ધ્યાને લઇ ગામડામાં પડેલું હીર બહાર લાવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમારની ગાઈડ લાઈન મુજબ આજે ધારીની સુખ્યાત શ્રી જી.એન.દામાણી હાઇસ્કુલ ખાતે ધારી તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.હાઇસ્કૂલના આચાર્ય શ્રી માનસિંહ બારડ ધારી તાલુકા કન્વીનર તરીકેની ભૂમિકામાં ધારી આસપાસના ગામડામાં આઠ વર્ષથી પાંસઠ વર્ષ સુધીની વયમર્યાદામાં આવતા કોઈપણ સ્પર્ધક ભાગ લઈ શકે એવી તમામ યાદી પ્રમાણે સૌ સ્પર્ધકે પોતાની કૃતિ રજુ કરી પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.

દામાણી હાઇસ્કૂલના સાંસ્કૃતિક વિભાગની કામગીરી સંભાળતા સારસ્વત મિત્રો ખૂબ ટૂંકા ગાળામાં શ્રી એ.એન.ગડથરિયા,શ્રીમતી એમ.બી.પરમાર સાથે કાર્યક્રમનું સંચાલન શ્રી બી.એમ.ડોડિયાએ કર્યું અને સૌ નિર્ણાયક મિત્રોએ પોતાની કામગીરી સુપેરે બજાવી હતી.સમગ્ર દિવસ દરમ્યાનના ભરચક કાર્યક્રમમાં સ્પર્ધકોએ દુહા,છંદ,લોકગીત,લગ્નગીત,લોક વાર્તા,ભજન,ગરબા, ધોળ,હાલરડાં જેવી સરસ કૃતિ કલાકારોએ રજુ કરી ખૂબ રસપ્રદ અને સંગીતમય વાતાવરણ સર્જી ધારી દામાણી હાઇસ્કૂલના ઓડિટોરિયમમાં જલસો કરાવી દીધો.લોકલાડીલા સાંસદ રૂપાલા સાહેબને આ તકે સૌ સ્પર્ધકોએ આભારની લાગણી વ્યક્ત કરી અને આ સમગ્ર કાર્યક્રમને આદરણીય ભુપતભાઇ વાળા તથા ગ્રામ પંચાયત ટીમ ધારીએ બિરદાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/