fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને અમરેલીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંપન્ન

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત જીજીબેન ફોરવર્ડ હાઇસ્કુલના પ્રાંગણમાં ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત સમારોહમાં પ્રથમવાર મતદાન કરનારા મતદારોને તેમના ચૂંટણી ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે દેશના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીનો ડિજિટલ સંદેશો પ્રસારિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ

મતદાન જાગૃત્તિ વિષયક ‘હું ભારત છું’ અને ચૂંટણી પંચની થીમ ‘અવસર’ અંગેની ફિલ્મ નિહાળી હતી. 

  આ પ્રસંગે અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સક્સેનાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યુ કે, ભારતના બંધારણે દરેક નાગરિકને મતદાનનો મૂળભૂત હક આપ્યો છે. ખાસ કરીને યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ લોકશાહીમાં મત માટે પોતાના હકને અદા કરવાનો આ અવસર છે. ચૂંટણી પંચના માર્ગદર્શિકાઓ મુજબ જિલ્લામાં વિવિધ ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. યુવાન મતદારો ઓનલાઈન પ્લેટફોર્મ પર વિવિધ એપ્લિકેશન પરથી વોટર હેલ્પ લાઈન પ્લેટફોર્મ- માધ્યમથી મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે અને તેમાં ભૂલ હોય તો પણ સુધારણા માટે અરજી કરી શકે છે. આ પ્રસંગે તેમણે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા બી.એલ.ઓ.શ્રી દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો જણાવી હતી. 

   આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ કહ્યુ કે, નવા મતદારો અને જે મતદારો પાસે ચૂંટણી ઓળખ કાર્ડ મેળવ્યું છે કે તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે સૌએ સુનિશ્ચિત કરવાનું છે. મતદાન એ માત્ર નાગરિકનો હક જ નથી પરંતુ સત્તા અને ફરજ પણ છે.

મતદાન દ્વારા પ્રતિનિધિ પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે, આથી તેનો અવશ્ય ઉપયોગ કરવો. રાષ્ટ્ર ચૂંટણી પંચ  દ્વારા વિવિધ અનેક પાસાઓ પર કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સરવે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બી.એલ.ઓ.ના માધ્યમથી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દેશનું ચૂંટણીપંચ એ આદર્શ વ્યવસ્થા છે જે વિશ્વના અનેક દેશોને ન્યાયિક અને સુવ્યવસ્થિત ચૂંટણી થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપે છે. ભારતના ચૂંટણીપંચ પાસે વિશ્વના કેટલાક સમાન ચૂંટણી પ્રક્રિયા ધરાવતા દેશોની સંયુક્ત અધ્યક્ષતા હતી જે તાજેતરમાં જ અન્ય દેશને સુપરત કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો અને

વયસ્ક મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.  મતદાન જાગૃત્તિ માટે યુવાનો એમ્બેસેડર તરીકે કાર્ય કરી અને પ્રચાર-પ્રસાર કરે અને મતદાન માટે જાગૃત્તિ પ્રસરાવે.

   કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા BLOશ્રીનું સન્માન કરવામાં આવ્યું. મતદાન જાગૃત્તિ પોસ્ટર મેકીંગ અને સ્લોગન સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ચૂંટણીમાં ભાગ લેવાના અને મતદાતા તરીકેના ચૂંટણી પંચના નિયત શપથ લીધા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અજય દહિયા

વિદ્યાર્થીઓને EVM અને VVPAT મશીન નિદર્શન સહિતની બાબતો સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં

અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી, બી.એલ.ઓ.શ્રી, વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત સાથે જોડાયેલા કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/