fbpx
અમરેલી

વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના રીકડીયા-પીપળલગ રોડના ખાત મુર્હૂતનો કાર્યક્રમ સંપન્ન

સમગ્ર જિલ્લામાં રસ્તાની કામગીરી શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના પીપળલગ મુકામે રીકડીયા-પીપળલગ રોડના ખાત મુર્હૂતનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. નાયબ મુખ્ય દંડક શ્રી વેકરિયાના હસ્તે પીપળલગ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન શેડ અને નવનિર્મિત ગ્રામ પંચાયતના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કેપીપળલગ ગ્રામ પંચાયત ભવન અંદાજે રુ.૧૪ લાખના ખર્ચે તૈયાર થયું છે.

     મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રીકડીયા-પીપળલગ વચ્ચેનો કાચો રસ્તો હવે રુ.૨.૫ કરોડના ખર્ચે પાકો બનશે ઉપરાંત ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે. જિલ્લામાં વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.

રીકડીયા-પીપળલગ રોડના ખાત મુર્હૂત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કેજિલ્લામાં રસ્તાના કામોને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરવાની નેમ છે.

રીકડીયા-પીપળલગ રોડના ખાત મુર્હૂત, નવનિર્મિત પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, સ્થાનિક અગ્રણીશ્રીઓ, સરપંચશ્રી, તલાટી મંત્રી શ્રી અને ગ્રામજનોસહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/